whats app launched a dedicated web page corona virus information hub
  • Home
  • Featured
  • કોરોનાના કહેર વચ્ચે Whats App પણ સજાગ, તમે પણ નક્કી કરી શકશો મેસેજ સાચો કે ખોટો?

કોરોનાના કહેર વચ્ચે Whats App પણ સજાગ, તમે પણ નક્કી કરી શકશો મેસેજ સાચો કે ખોટો?

 | 1:59 pm IST

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે લોકો વધારેમાં વધારે સોશિયલ મીડિયા એપ સાથે જોડાઇને સમાચારોથી સતત અપગ્રેડ થતા રહે છે. આવા સમયે તમારા પાસે આવનારા મેસેજ કેટલા સાચા છે કે ખોટા તે જાણવું વધારે હિતાવહ છે.

નકલી સમાચારો અને અફવાઓ વચ્ચે લગામ લગાવવા WhatsApp હવે નવા ફીચક પર કામ કરી રહ્યું છે અને નવા ફીચર યૂઝર્સ ફોરવર્ડ કરતા મેસેજને વેરિફાઇ કરી શકશો. આ પહેલા કંપનીએ Forwareded ટેગ આપ્યો હતો. જેનાથી ખબર પડશે કે મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે. WhatsAppના સમાચારને ટ્રેક રાખનાર વેબસાઈટ WABetainfo ની એક રિપોર્ટ અનુસાર WhatsaApp કેટલાક નવા ઓપ્શન લઈને આવી રહ્યો છે અને ફ્રિક્વેટ ફોરવર્ડ મેસેજ અંદર આપવામાં આવશે.

કંપની આ ફીચર પર કામ કરી રહી છે. મેસેજ કેટલો ઓથેન્ટીક છે એ જાણી શકાશે. વેરિફાઇ કરનાર ફીચરને ફોરવર્ડ મેસેજ ફેક છે કે અસલી છે.WhatsaApp પર જેવો ફોરવર્ડ કરેલો મેસેજ મળશે તમને સર્ચ આઇકોન જોવા મળશે. ગૂગલ પર તમને આની સાથે જોડાયેલ માહિતી મળશે જેનો તમે અંદાજ લગાવી શકો છો અને ફોરવર્ડ મેસેજ સાચો છે કે ખોટો તે જાણી શકશો.

તમે મેસેજ મળશે એટલે તાત્કાલીક જાણી સકશો. કે મેસેજ ફોરવર્ડ કરેલો છે કે નહી જેથી તમે તેમાં આવેલ સમાચર પર વિશ્વાસ કરી સકશો.

આ વીડિયો જુઓ: ગાંધીનગરમાં કોરોનાના 6 કેસ નોંધાતા તંત્ર સતર્ક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન