whats app may soon roll out let you block chat screenshots
  • Home
  • Technology
  • WhatsApp પર ગર્લફ્રેન્ડ નહીં લઇ શકે તમારા ચેટનો સ્ક્રીનશોટ, જાણો કેવી રીતે

WhatsApp પર ગર્લફ્રેન્ડ નહીં લઇ શકે તમારા ચેટનો સ્ક્રીનશોટ, જાણો કેવી રીતે

 | 4:32 pm IST

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp વપરાશકર્તાઓ માટે ઘણા નવા ફિચર્સની ચકાસણી કરી રહી છે. તેના હેઠળ આર્કાઇવ ચેટ્સને ઇગ્નોર કરવું, આઇપેડ માટે અલગ એપ, નવી ઑડિઓ એટેચમેન્ટ UI સહિત અન્ય સામેલ છે. એક નવા અહેવાલ પ્રમાણે એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.19.106 હેઠળ WhatsApp તેના પ્લેટફોર્મ વધુ સારી રીતે કામ કરવા માટે સક્ષમ બનાવી રહી છે. તેના હેઠળ ઑથેન્ટિકેશન સુવિધા અને ડૂડલ માટે નવી UI પર કામ કરી રહ્યું છે. જો તમે બીટા વર્ઝનનો ઉપયોગ કરો છો તો તમે નવા ડૂડલ UI નો ઉપયોગ કરી શકશો.

એક અહેવાલ પ્રમાણે વો્ટસએપ એક એવુ ફિચર એડ કરવા જઇ રહ્યું છે, જે પછી તમે તમારા ચેટનો સ્ક્રીનશૉટ લઇ શકશો નહીં. કંપનીએ તાજેતરમાં તેની એપ્લિકેશનમાં ફિંગરપ્રિન્ટ ઓથેંટિકેશન ફિચર ઉમેર્યુ છે, જે iOS અને Android બંને માટે અપડેટ કરવામાં આવ્યું હતુ. જો તમે આ સુવિધાનો ઉપયોગ કરો છો, તો તમે કોઈ સ્ક્રીનશૉટ લઈ શકશો નહીં. જો કે આ સુવિધા પર કામ ચાલી રહ્યું છે, પરંતુ સત્તાવાર વોટ્સએપ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.

WhatsAppનું નવું ડૂડલ UI
Whatsappનું નવું બીટા વર્ઝન 2.19.106 માં નવું વર્ઝન ડૂડલ UI પણ જોવા મળે છે. આ નવુ UI એ Instagram ના ડૂડલ ડ્રોવર જેવું છે. તેમા સ્ટીકરો અને ઇમોજી માટે અલગ અલગ ટેબ્સ આપવામાં આવે છે. સ્ટીકરને મનપસંદ અને કેટેગરીથી ગ્રૃપ કરવામાં આવે છે, જેથી તમે સરળતાથી સ્ટીકર શોધી શકો. આ નવી UI માં સર્ચ સુવિધા પણ ઉમેરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન