WhatsApp might be stop work on vacation mode feature
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Whatsappએ આ શાનદાર ફીચર પર લગાવી રોક! ટ્રેક કરનારી વેબસાઇટે આપી માહિતી

Whatsappએ આ શાનદાર ફીચર પર લગાવી રોક! ટ્રેક કરનારી વેબસાઇટે આપી માહિતી

 | 4:26 pm IST
  • Share

ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ સર્વિસ વોટ્સએપ(WhatsApp) હાલ એક શાનદાર ફીચર ઉપર કામ કરી રહી છે. વોટ્સએપ બીટાને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfo એ ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી છે. વોટ્સએપ ‘વેકેશન મોડ’ નામનું અપડેટ આવવાની છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ સુવિધા વોટ્સએપના iOS અને Android એપ માટે 2018થી આના પર કામ ચાલી રહ્યું હતું. આ યુઝર્સને Archive કરેલી ચેટને મ્યુટ કરવામાં મદદ કરે છે. જેથી તે છુપાયેલા રહે. જો આ ફીચર બનીને ઉપલબ્ધ થાય તો આ ઇગ્નોર Archive ચેટના ભાગરૂપે ઉપલબ્ધ થશે. આ ફીચર વોટ્સએપના નોટિફિકેશન સેક્શનમાં દેખાશે.

WABetaInfo એ ટ્વીટ કરી જણાવ્યું કે આ ફીચર પર પહેલાથી જ કામ ચાલી રહ્યું હતું. પરંતુ હવે આ રોકવામાં આવ્યું છે. વેકેશન મોડ હાલ ટેસ્ટિંગ પર છે પરંતુ બીટા યુઝર્સ આનો ઉપયોગ કરી શકે છે. ખરેખર, હાલ કોઈ યુઝર તેની કોઈ ચેટને Archive કરે છે તો તે સૌથી નીચે જતી રહે છે. પરંતુ જ્યારે Archive ચેટથી કોઈ મેસેજ આવે છે તો તે ફરી ઉપર આવી જાય છે અને દેખાવવા લાગે છે. જે લોકો આ Archive ચેટને સંપૂર્ણ રીતે છુપાવવા જ માગે છે તો તેમના માટે આ ફીચર મદદગાર સાબિત થશે.

આ વીડિયો પણ જુઓ: સુરતનું સણીયાહેમાદ ગામ સંપર્ક વિહોણું બન્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન