whatsapp new beta update allows users to send 30 audio files
  • Home
  • Technology
  • Whatsapp પર એક સાથે મોકલો 30 ઓડિયો ફાઇલ, આ છે રીત

Whatsapp પર એક સાથે મોકલો 30 ઓડિયો ફાઇલ, આ છે રીત

 | 2:24 pm IST

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન Whatsapp તેના વપરાશકર્તાઓ માટે વિશિષ્ટ સુવિધા લાવવાની તૈયારી કરી રહી છે. વપરાશકર્તાઓ આ સુવિધાના લોન્ચ થયા પછી એક સમયે 30 ઓડિયો ફાઇલો મોકલવામાં સમર્થ થશે. એક અહેવાલ મુજબ એન્ડ્રોઇડ માટે આવેલ Whatsapp એપ્લિકેશનનું બીટા 2.19.89 વર્ઝન હવે વપરાશકર્તાઓને એક સમયે 30 ઓડિયો ફાઇલો મોકલવાનો વિકલ્પ પ્રદાન કરશે.

Android માટે આ નવા બીટા અપડેટમાં ઓડિયો ફાઇલોને પસંદ કરવા માટે એક નવું યૂઝર્સ ઇન્ટરફેસ આપવામાં આવશે. તેમજ વપરાશકર્તાઓ ઓડિયો ફાઇલોને મોકલતા પહેલાં તેને સાંભળવામાં સમર્થ હશે. બીજી બાજુ, જાન્યુઆરીમાં Whatsapp પર સ્પોટ કરેલ ઓડિયો પીકર ફીચરને પણ આ વર્ઝન સાથે ઉપલબ્ઘ કરાવવામાં આવશે.

એક સમયે આવી રીતે 30 ઓડિયો ફાઇલો મોકલો:

– તમારા Android સ્માર્ટફોન પર Whatsapp લેટેસ્ટ બીટા વર્ઝન 2.19.89 ડાઉનલોડ કરો.

– Whatsapp ચેટને ક્લિક કરો.

– અટેચમેન્ટ વિંડો પર જાઓ અને ઓડિયો ફાઇલ વિકલ્પ પસંદ કરો.

– તમે મોકલવા માંગો છો તે ઓડિયો ફાઇલો પસંદ કરો.

– અહીં તમે મહત્તમ 30 ઓડિયો ફાઇલો પસંદ કરી શકો છો જેને તમે મોકલવા માંગો છો.

– ફાઇલો પસંદ કર્યા પછી, તેને મોકલવા માટે સેન્ડ વિકલ્પ પર ટેપ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન