whatsapp new beta update revealed multi device support
  • Home
  • Featured
  • એકથી વધુ સ્માર્ટફોનમાં ચાલશે Whatsapp, નવા બીટા અપડેટમાં ફીચર થયું સ્પોટ

એકથી વધુ સ્માર્ટફોનમાં ચાલશે Whatsapp, નવા બીટા અપડેટમાં ફીચર થયું સ્પોટ

 | 8:03 am IST

લોકપ્રિય ઇન્સ્ટિટ મેસેજિંગ એપ Whatsappના કરોડો યુઝર્સને ટૂંક સમયમાં મલ્ટી ડિવાઇસ સપોર્ટ અને સેલ્ફ મેસેજ ડિસ્ટ્રક્શન ફીચર મળવા માટે તૈયાર છે. આ ફીચરના રોલ આઉટ થયા પછી યુઝર્સ એક જ વોટ્સએપ એકાઉન્ટને એકથી વધુ ડિવાઇસમાં એક્સેસ કરી શકશે.

વોટ્સએપ બીટા વર્જન v2.20.110 માં આ નવા ફીચરને સ્પોટ કરવામાં આવ્યો છે. તે જ સાથે, આમાં એક્સપાઇરીંઝ મેસેજ (સેલ્ટ ડિસ્ટ્રક્શન મેસેજ) ફીચર પણ દેખવામાં આવી રહ્યું છે. આ બંને ફીચર્સને ટૂંક સમયમાં Android અને iOS ઉપકરણો માટે રોલ આઉટ કરવામાં આવી શકે છે. ઇન્સ્ટિટ મેસેજિંગ એપએ અગાઉ ડાર્ક મોડ ફીચરને મેન વર્જન માટે રોલ આઉટ કર્યું હતુ.

https://twitter.com/WABetaInfo/status/1242555509888159744

વ્હોટ્સએપ પર નજર રાખનારા WABetainfo એ તેના ટ્વીટર હેડલથી બંને ફીચર્સ વિશે માહિતી શેર કરી છે. WABetainfoએ 25 માર્ચના રોજ તેના મલ્ટિ ડિવાઇસ સપોર્ટ ફીચરનો ટેસ્ટ પણ કર્યો હતો. તેમજ તેના ટ્વિટમાં તે બીટા વર્જનમાં મલ્ટિપલ ડિવાઇસ ફીચરના સ્ક્રીન શોર્ટ શેર કરેલ છે. આ ફિચર એક સાથે જAndroid અને iOS બંને યુઝર્સ માટે રોલ આઉટ થઈ શકે છે.

મલ્ટિપલ ડિવાઇસ ફીચર રોલ આઉટ થયા પછી યુઝર્સ તેના એક જ એકાઉન્ટથી સ્માર્ટફોન, ટેબ અને પીસીમાં ઉપયોગ કરી શકે છે. જોકે હાલમાં Whatsapp યુઝર્સ સ્માર્ટફોનની સાથે PC માં Whatsapp Web દ્વારા એક્સેસ કરી શકે છે. જ્યારે પણ નવા ડિવાઇસને એકાઉન્ટ સાથે જોડવામાં આવશે, ત્યારે તેનો એનક્રિપ્શન વાળા સિક્યુરિટી બદલાઇ જશે. તેના કારણે એકાઉન્ટની સિક્યોરિટી જેમની તેમ રહેશે.

આ વીડિયો જુઓ: જાણો કઈ વનસ્પતીનો ધૂપ કરવાથી વાતાવરણ રાખશે શુદ્ધિ અને વાયરસ રહેશે દૂર 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન