technology new feature restrict you to download DP whats app
  • Home
  • Featured
  • WhatsAppમાં આવ્યુ Facebook જેવું નવુ ફિચર

WhatsAppમાં આવ્યુ Facebook જેવું નવુ ફિચર

 | 2:05 pm IST

WhatsApp ભાગ્યે જ કોઈ એવુ હશે જે આ નામથી પરિચિત ન હોય. આપણે સૌ આ એપનો ઉપયોગ કરીએ છીએ આ એપ હાલ ખુબજ લોકપ્રિય છે. દુનિયાભરમાં લગભગ 150 કરોડથી વધારે લોકો WhatsAppના એક્ટિવ યૂઝર છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppએ તાજેતરમાં જ કેટલાક નવા ફિચર્સ અપડેટ કર્યા છે. કંપનીએ યૂઝરના અનુભવને વધારે સારો અને સિક્યોર બનાવવા માટે આ કર્યુ છે. જોકે સિક્યોર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપના ફાઉન્ડરનું કહેવુ છે કે, WhatsApp ટેલિગ્રામની માફક સિક્યોર ના થઇ શકે.

વાત કરવામાં આવે WhatsAppના નવા ફિચરની તો, iOS માટે તૈયાર કરવામાં આવેલા hatsApp Business Beta 2.19.60.5 વર્ઝનમાં કંપની કોઇ પણ પ્રોફાઇલ ફોટો સેવ કરવાનો ઑપ્શન ખત્મ કરી દીધો છે. લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટામાં પણ આ ઑપ્શન આપવામાં આવ્યો નથી.

જોકે આ અપડેટ પછી ભલે તમો કોઇ પ્રોફાઇલ ફોટો સેવ ના કરી શકો પરંતુ તમે ગ્રુપ આઇકોન્સ એટલે કે ગ્રુપના DP સેવ કરી શકશો. આ સિવાય Whats Appએ થોડા સમય પહેલા સ્ટિકર્સ પ્રીવ્યૂ ફિચર આપ્યુ હતુ. આ ફિચર હેઠળ યૂઝર્સ સ્ટિકર્સને ડાયરેક્ટ નોટિફિકેશન સેન્ટરમાં જોઇ શકશે. Whats Appએ આ ફિચર iOS માટે આપ્યુ છે.

Whats Appનો આ ફીચર લાવવા પાછળનો ઉદ્દેશ એવો છે કે, કોઈ યુઝરનો DP અન્ય વ્યક્તિ ડાઉનલોડ કરી તેનો ખોટી રીતે ઉપયોગ કરતાં ટાળી શકાય. જોકે, સ્ક્રીનશોટ લેવા ઉપર કોઈ પ્રતિબંધ નથી.

Whats Appનું આ નવું ફીચર યુઝર્સને ત્યારે જ મળશે જ્યારે તે Whats App beta ટેસ્ટર માટે એનરોલ થશે. જો યુઝર્સે આ અપડેટનો લાભ લેવો હોય તો પોતાનું વ્હોટ્સએપનું લેટેસ્ટ APK (એન્ડ્રોઈડ એપ્લિકેશન પેકેડ પાઈલ) ડાઉનલોડ કરવું પડશે. APK મિરરની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

આ સિવાય Whats App યુઝર્સે Dark Modeની રાહ જોવી પડશે જેની અગાઉ ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. WABetainfoનાં રિપોર્ટ મુજબ Whats App ડાર્કમોડનું ટેસ્ટિંગ ચાલુ રહ્યું છે, જે ટૂંકસમયમાં જ ફાઈનલ અપડેટ થકી યુઝર્સને પુરૂ પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન