WhatsApp New Feature Will Make Shopping Easier For Users
  • Home
  • Featured
  • WhatsAppનું આ ફીચર બનાવશે શોપિંગને સરળ, જાણો એના વિશે વધુ

WhatsAppનું આ ફીચર બનાવશે શોપિંગને સરળ, જાણો એના વિશે વધુ

 | 12:51 pm IST
  • Share

  • WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર

  • આ ફીચરથી યુઝર્સ માટે શોપિંગ થઇ જશે વધુ સરળ 

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એ છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા નવા ફીચર્સ રજૂ કર્યા છે. હવે WhatsApp Collections ફીચર પણ રિલીઝ કરી રહ્યું છે. આ ફીચર સાથે, યુઝર્સ WhatsApp પર જ કેટેગરી પ્રમાણે શોપિંગ કરી શકશે. આ ફીચર શોપિંગ કરવાવાળાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ ફીચર સાથે, બિઝનેસ એકાઉન્ટ હોલ્ડર તેમના પ્રોકટને કેટેલોગમાં ઉમેરી શકશે. કેટેગરી પ્રમાણે, યુઝર્સ તેમને જરૂરી સામાન સરળતાથી શોધી શકશે. તેમને આ માટે બધી જ આઇટમ્સને સ્ક્રોલ કરવાની જરૂર રહેશે નહીં.

આ રીતે બનાવો બિઝનેસ એકાઉન્ટમાં કલેક્શન

જો તમારી પાસે WhatsApp બિઝનેસ એકાઉન્ટ છે, તો તમે કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને કલેક્શન બનાવી શકો છો. આ માટે, તમારે એપ્લિકેશનના ઉપરના જમણા ખૂણા પર હાજર ત્રણ-ડોટ્સ પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે બિઝનેસ ટૂલ્સ પર ટેપ કરવાનું રહેશે.

અહીં તમારે Catalog વિકલ્પ પસંદ કરીને Add New Collection પર ક્લિક કરવાનું રહેશે.

કંપનીએ Catalogs ફીચર સૌપ્રથમ 2019માં બહાર પાડ્યું હતું. આ સાથે, બિઝનેસ એકાઉન્ટ તેમના પ્રોડક્ટ અને સર્વિસ ડિસ્પ્લે કરી શકે છે. આનાથી યુઝર્સને અલગ વેબપેજ વગર મોબાઇલ સ્ટોરફ્રન્ટ બનાવવાની સુવિધા આપવામાં આવી છે.

પ્લેટફોર્મ પર ઈ-કોમર્સ સુવિધાને વેગ આપવા માટે, કંપનીએ કાર્ટ્સ ફીચર રજૂ કર્યું છે. આનાથી ગ્રાહકો માટે મલ્ટીપલ આઇટમ્સ ખરીદવાનું સરળ બન્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો