You will soon know if that WhatsApp message was a forward
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફેક ન્યૂઝ રોકવા માટે Whatappએ ભર્યું વધુ એક મહત્વનું પગલું, જાણો એક ક્લિક પર

ફેક ન્યૂઝ રોકવા માટે Whatappએ ભર્યું વધુ એક મહત્વનું પગલું, જાણો એક ક્લિક પર

 | 1:51 pm IST

સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા સમાચાર, ફોટો અને વીડિયો દ્વારા ફેલાતી અફવાઓને રોકવા માટે સરકાર અને કંપનીઓ ગંભીર છે. વોટ્સએપ અને ફેસબુક દ્વારા ફેલાતી અફવાઓને ડામવા માટે સરકારે કડક કાયદો બનાવ્યો છે ત્યારે સોશિયલ મીડિયા કંપનીઓ પણ આ અંગે પગલાં ઉઠાવી રહી છે. WhatsApp એ ફેક ન્યૂઝ અને અફવાઓને ફોરવર્ડ થતી અટકાવવા માટે એક નવા ફીચરની શરૂઆત કરી છે.

WhatsAppએ પોતાના યુઝર્સ માટે એક નવા ફીચરની શરૂઆત કરી છે. આ ફીચરની મદદથી હવે યુઝર્સને ખબર પડશે કે કયો મેસેજ સાચો છે અને કયો મેસેજ ફોરવર્ડ કરેલો છે. જે મેસેજને ફોરવર્ડ કરવામાં આવશે તે હવે એક ઈંડિકેટર સાથે આવશે જેનાથી યુઝર્સને સરળતાથી ખબર પડી જશે કે મેસેજ ફોરવર્ડ કરેલો છે.

વોટ્સએપે આજથી જ પોતાની ‘ફોરવર્ડ મેસેજ ઈંડિકેટર’ સર્વિસની શરૂઆત કરી છે. જણાવવામાં આવ્યું કે આ સર્વિસ તમારા વન ટુ વન અને ગ્રુપ ચેટને સરળ બનાવવા માટે મદદ કરશે.

વોટ્સએપના આ ફીચરથી હવે તમને ખબર પડશે કે જે મેસેજ તમારી જોડે આવ્યો છે તે તમારા મિત્ર અથવા પરિવારના સભ્યએ લખ્યો છે અથવા તે રિયલમાં કોઈ બીજાએ આપ્યો છે.

પરંતુ આ સર્વિસનો લાભ લેવા માટે યુઝર્સને પોતાના Whatsapp અપડેટ કરવું પડશે એટલે કે યુઝર્સ પાસે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે. આ સર્વિસ છેલ્લા કેટલાક અઠવાડિયાથી બીટા વર્ઝનમાં હાજર છે.

Whatsappએ પોતાના યુઝર્સને જણાવ્યું કે કોઈ પણ મેસેજને ખૂબ સાવધાનીથી આગળ ફોરવર્ડ કરો. આનાથી બચવા માટે તમે ફક્ત ટેપથી સ્પેમ રિપોર્ટ કરી શકો છો અથવા તે કોન્ટેક્ટને બ્લોક કરી શકો છો.