whats app new privacy policy working from 15 may-2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Alert: ફટાફટ કરીલો આ કામ નહીંતો, 15 મે સુધીમાં WhatsApp થઇ જશે ઠપ્પ

Alert: ફટાફટ કરીલો આ કામ નહીંતો, 15 મે સુધીમાં WhatsApp થઇ જશે ઠપ્પ

 | 12:05 pm IST
  • Share

જો તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમારે નવી પ્રાઇવસી પોલિસી 15 ફેબ્રુઆરી પહેલાં સ્વીકારી લેવી જોઈએ, નહીં તો તમને વોટ્સએપ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શક્ય છે કે તમારું વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે. જાન્યુઆરી 2021 માં, કંપનીએ તેની નવી પ્રાઇવસી પોલિસી બદલી છે. આ પોલિસી હેઠળ, યુઝર્સ માટે ઘણા નિયમો અને શરતો રોલ આઉટ કરવામાં આવી હતી.

કંપનીએ કહ્યું હતું કે આ યુઝર્સને નવી પોલિસીની મંજૂરી આપવી પડશે. યુઝર્સ કંપની પાસે આ પોલિસીને નકારી કાઢવાનો કોઈ વિકલ્પ નથી રાખેલ. WhatsApp નવી પ્રાઇવસી પોલિસી 8 ફેબ્રુઆરીથી અમલમાં આવવાની હતી, પરંતુ આ મહિને નવી પ્રાઇવસી પોલિસી 15 મે, 2021 ના ​​રોજ અમલી બનશે.

વિવાદ પછી, WhatsApp નવી પ્રાઇવસી પોલિસીને ત્રણ મહિના માટે સ્થગિત કરી દીધી હતી. WhatsApp તરફથી નવી પોલિસીને લઇને કોઇ બાંધછોડ કરવામાં નહી આવે. યુઝર્સ આ નવી પોલિસી સ્વીકારશે તો જ તેનું WhatsApp ચાલુ રહેશે એટલે કે, તમારે 15 મે 2021 પહેલાં વોટ્સએપની પ્રાઇવસી પોલિસી સ્વીકારવી પડશે. જો તમે તેને સ્વીકારશો નહીં તો શું થશે?

WhatsApp બંધ થઇ જશે
15 મેના રોજ વોટ્સએપની નવી પોલિસી લાગુ કરવામાં આવી રહી છે અને આ વખતે કંપની તેને કડક રીતે અમલમાં મુકશે. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ પણ યૂઝર્સ 15 મે સુધી વોટ્સએપની નવી પોલિસી સ્વીકારશે નહીં, તો તે પછી તેઓ કોઈ મેસેજ મોકલવા અથવા પ્રાપ્ત કરી શકશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, વોટ્સએપ બંધ થઇ જશે અને
120 દિવસ પછી એકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવશે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો