WhatsApp Pay has 20 million users, approval to double
  • Home
  • Tech
  • ભારત સરકારનો WhatsApp Payને લઇ મહત્ત્વનો નિર્ણય!

ભારત સરકારનો WhatsApp Payને લઇ મહત્ત્વનો નિર્ણય!

 | 7:40 pm IST
  • Share

  • WhatsApp Payને યૂઝરની લિમિટ વધારવા મંજૂરી
  • WhatsApp Payની લિમિટ 2 કરોડથી વધારીને 4 કરોડ થશે
  • NPCIએ કંપનીને મંજૂરી આપી દીધી

ભારતમાં WhatsApp Pay લૉન્ચ કરવામાં આવી ચુક્યું છે. લગભગ ત્રણ વર્ષ સુધી કંપનીએ આની રાહ જોવી પડી છે. ટેસ્ટિંગ પહેલા જ કરવામાં આવી ચુક્યું છે અને કેટલાક યૂઝર્સને ટેસ્ટિંગ તરીકે આ પહેલા જ આપવામાં આવી ચુક્યું હતુ. WhatsAppના પ્રમાણે હવે લોકો આનાથી પૈસા મોકલી શકે છે. જો તમે પણ WhatsApp યૂઝ કરો છો તો WhatsApp Pay એક્ટિવેટ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે અત્યારે NPCIએ 20 મિલિયન રજિસ્ટર્ડ યૂઝર્સની જ પરવાનગી આપી હતી જેના પછી કંપનીએ યૂઝરની લિમિટ વધારવા માટે પણ માગ કરી હતી.

રૉયટર્સની એક રિપોર્ટ અનુસાર, ડિજિટલ પેમેન્ટ્સ રેગ્યુલેટર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ WhatsApp Payની લિમિટને બે કરોડથી વધારીને ચાર કરોડ કરવાને મંજૂરી આપી દીધી છે. આથી WhatsApp ને ગૂગલ પે (Google Pay), ફોન પે (Phonepe) અને પેટીએમ (Paytm) જેવી પ્રતિસ્પર્ધિ કંપનીઓ સાથે મુકાબલો કરવાની તક મળશે.

ઓફિશિયલ નિવેદન નહીં

UPI આધારિત ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં પ્રવેશ્યા પછી નિયમનકારે WhatsApp માટે 20 મિલિયન વપરાશકર્તાઓની મર્યાદા નક્કી કરી હતી. રિપોર્ટ અનુસાર, WhatsApp Payએ આ મર્યાદા હાંસલ કરી લીધી છે અને તેને સંપૂર્ણ રીતે દૂર કરવાની માંગ કરી હતી. આ પછી નિયમનકાર NPCI એ મર્યાદાને બમણી કરવાની મંજૂરી આપી છે. જોકે NPCI કે WhatsAppએ આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

ભારતમાં WhatsAppના 50 કરોડથી વધુ યૂઝર્સ

વ્હોટ્ટસએપ માટે ભારત પ્રમુખ બજારોમાંથી એક છે. એકલા ભારતમાં WhatsAppના 50 કરોડથી વધુ યૂઝર્સ છે. આવામાં WhatsApp પર ચાર કરોડ યૂઝર એકઠા કરવા કોઇ મોટો ટાસ્ક નથી. યુઝરનો બેઝ વધારવા માટે WhatsAppમાં સતત નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે. કંપનીએ તાજેતરમાં વીડિયો ચેટથી લઇ ડિઝાઇનમાં બદલાવ કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો