Whatsappમાં આવી પેમેન્ટની નવી પદ્ધતિ, પૈસા મોકલવા થયા ખુબ સરળ - Sandesh
  • Home
  • Technology
  • Whatsappમાં આવી પેમેન્ટની નવી પદ્ધતિ, પૈસા મોકલવા થયા ખુબ સરળ

Whatsappમાં આવી પેમેન્ટની નવી પદ્ધતિ, પૈસા મોકલવા થયા ખુબ સરળ

 | 3:44 pm IST

વોટ્સએપે આ વર્ષે UPI આધારિત પેમેન્ટ્સ સર્વિસ લોન્ચ સાથે ડીઝીટલ પેમેન્ટ્સમાં પગલા ભર્યા છે. હવે કંપનીએ કોઈ બીજા યૂઝર્સના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનો એક બીજો માર્ગ રજુ કર્યો છે જે આ સિસ્ટમને વધુ આસન બનાવે છે.

અત્યાર સુધી યૂઝર્સને અમાઉન્ટ નાખ્યા પછી, UPI પીન એન્ટર કરી આગળની પ્રક્રિયા પૂરી કરવાની રહે છે. હાલમાં યૂઝર્સને ક્યૂઆર કોડ સ્કેન કરીતે ફટાફટ અમાઉન્ટ ટ્રાન્સફર કરી શકાય છે.

વોટ્સએપ એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં QR કોડ સ્કેનીંગ પેમેન્ટની પદ્ધતિ ઉપલબ્ધ છે. બીટા એપના વર્ઝન 2.18.93માં નવી પદ્ધતિ આપવામાં આવી છે. આ એપ Google Play beta Programme દ્વારા ઉપલબ્ધ થશે. આવો જાણીએ કે વોટ્સએપ પેમેન્ટ્સની નવી પદ્ધતિને કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ.

પેમેન્ટ્સની પદ્ધતિ નીચે પ્રમાણે છે…
સ્ટેપ 1: એપમાં જાઓ અને સેટિંગ્સ પેજ ઓપન કરો
સ્ટેપ 2: ‘Payments’ વિકલ્પ પર ક્લિક કરો
સ્ટેપ 3: લીસ્ટમાં નીચે જોવા મળેલા ‘New Payment’ વિકલ્પ પર ક્લિક કરો
સ્ટેપ 4: તે બાદ ‘Scan QR code’ વિકલ્પ પર કિલક કરો

આટલું કાર્ય પછી, સ્ક્રીન પર સ્કેનર જોવા મળશે. હવે તમે પૈસા મોકલવા વાળા (સેન્ડર)ની સ્ક્રીન પર દેખાઈ રહેલો કોડ સ્કેન કરી શકો છો અને UPI નંબર નાખ્યા વગર પેમેન્ટની પ્રક્રિયા સમાપ્ત કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન