Whatsapp Plan to add Forwarding Feature For Batter Group Chat
  • Home
  • Featured
  • જો તમે Whatsappમાં ગ્રુપ એડમિન છો તો તમને મળશે આ ખાસ સુવિધા

જો તમે Whatsappમાં ગ્રુપ એડમિન છો તો તમને મળશે આ ખાસ સુવિધા

 | 8:39 pm IST

ફેસબુકના માલિકી વાળી મેસેજિંગ એપ વોટ્સએપ ફેક ન્યૂઝ અને મેસેજની સમસ્યાને દૂર કરવા માટે દરેક જરૂરી પ્રયત્ન કરી રહ્યું છે. આ સાથે વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર ગ્રુપ્સને વધુ યોગ્ય બનાવવા માટે પણ કેટલાક નવા ફિચર્સ લાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કંપનીએ ગ્રુપ્સની પ્રાઈવેસી સેટિંગ્સમાં નવા ઓપ્શન્સ એડ કર્યા હતા અને હવે એક નવા ફીચર્સની પણ ગ્રુપ પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જોકે કંપનીએ હાલ આ ફીચરને બધા માટે રોલઆઉટ નથી કર્યું. રિપોર્ટ મુજબ આ ટેસ્ટિંગ ફેજમાં છે અને હાલ માત્ર બીટા યૂઝર્સ માટે અવેલેબલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ વોટ્સએપ ગ્રુપ્સ માટે નવા ફીચર રોલઆઉટ કરવા પર કામ કરી રહ્યું છે. આ નવા ફીચર્સની મદદથી યૂઝર્સ ‘frequently forwarded'(ઘણી વખત ફોરવર્ડ કરેલા મેસેજ)ને બ્લોક કરી શકશે. ઉલ્લખનીય છે કે વોટ્સએપ પહેલાથી જ તેના બીટા અપડેટમાં એક ફીચર લાવ્યું છે જે યૂઝર્સને બતાવે છે કે કોઈ મેસેજ કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. બન્ને ફિચર્સ હાલ ટેસ્ટિંગ ફેજમાં છે અને એપના બીટા વર્જનમાં અવેલેબલ છે.

રિપોર્ટ મુજબ વોટ્સએપમાં પાંચ વખતથી વધુ ફોરવર્ડેડ મેસેજને ‘frequently forwarded’ મેસેજ માનવામાં આવશે. નવું ‘frequently forwarded’ ફીચર જલ્દી ગ્રુપ સેટિંગ્સમાં અવેલેબલ થશે અને માત્ર ગ્રુપ એડમિન જ તેને જોઈ અને એડિટ કરી શકશે. આ સાથે ગ્રુપ એડમિન આ ઓપ્શનને ડિસેબલ પણ કરી શકશે. આ ફીચરના ઇનેબલ થતા કોઈ પણ ‘frequently forwarded’ મેસેજ ગ્રુપમાં મોકલી શકશે નહીં. જોકે મેસેજને કોપી કરી તેને નવા મેસેજ તરીકે મોકલવાનો વિકલ્પ યથાવત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન