કોરોનાને પગલે WhatsAppએ પણ Status રાખવાની પદ્ધતિ બદલી, તમને ખબર તો છે ને!! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોનાને પગલે WhatsAppએ પણ Status રાખવાની પદ્ધતિ બદલી, તમને ખબર તો છે ને!!

કોરોનાને પગલે WhatsAppએ પણ Status રાખવાની પદ્ધતિ બદલી, તમને ખબર તો છે ને!!

 | 2:47 pm IST
  • Share

વોટ્સએપનું સ્ટેટસ ફીચર એ ભારતમાં ઉપયોગમાં લેવાનું સૌથી પોપ્યુલર ફીચરમાંથી એક છે. હવે આ કરોડોની પસંદનું ફીચર સ્ટેટસમાં મોટો ફેરફાર થયો છે. વોટ્સએપ યૂઝર્સ હવે પોતાના સ્ટેટસમાં માત્ર 15 સેકન્ડનો વીડિયો જ મૂકી શકશે. જાણકારી માટે જણાવી દઈએ કે પહેલા વોટ્સએપ સ્ટેટસમાં 30 સેકન્ડનો વીડિયો મૂકી શકાતો હતો. માનવામાં આવી રહ્યું છે કે વોટ્સએપે આ પગલું ઇન્ટરનેટ સર્વર પર ભાર ઓછો કરવા માટે ઉઠાવ્યું છે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે, એવામાં ડેટાનો ઉપયોગ વધી ગયો છે અને સર્વર પર ભાર પડી રહ્યો છે.

WABetainfoએ એ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે વોટ્સએપ સ્ટેટસમાં હવે 15 સેકન્ડથી લાંબા વીડિયો નહીં શેર કરી શકાય. તેનો ઉદ્દેશ્ય સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ટ્રાફિક ઓછો કરવાનો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફેસબુકની કંપની વોટ્સએપ પર ભારતીય યૂઝર્સ સ્ટેટસનો ઉપયોગ બાકી ફીચર્સથી વધુ કરે છે.

એક રિપોર્ટ મુજબ, ભારતમાં વોટ્સએપના 400 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે. જ્યારે વોટ્સએપ પર સ્ટેટસ મૂકવાનો પ્રયાસ કર્યો તો વીડિયોમાં માત્ર 15 સેકન્ડનો વીડિયો જ મૂકી શકાયો એટલે કે આ ફીચર ભારતીય યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.

આ પણ જુઓ : દરેક ગુજરાતીઓએ ચેતવા જેવા સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન