whatsapp-sticker-apps-from-app-store-apple-to-remove-report
  • Home
  • Featured
  • WhatsAppના વપરાશ કારોને આ સમાચાર કરી દેશે નિરાશ

WhatsAppના વપરાશ કારોને આ સમાચાર કરી દેશે નિરાશ

 | 2:20 pm IST

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનું આ દિવસે સ્ટીકર ફીચર ખુબજ લોકપ્રિય થઈ રહ્યુ છે. હાલમાંજ તમામ સ્માર્ટફોન યૂઝર્સ માટે આવેલ આ ફીચર્સ સ્ટીકર પેક્સ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોનના એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. લોકો કસ્ટમ સ્ટીકર્સ બનાવી રહ્યા છે અને એકબીજાને મોકલી રહ્યા છે.

અમેરિકાની ટેકનોલોજી કંપની એપલ એપ સ્ટોરથી WhatsApp સ્ટીકર્સ એપ ડિલીટ કરી રહ્યું છે. કંપનીની દલીલ છે કે એપ્સ કંપનીની ગાઈડલાઈનને ફોલો નથી કરતાં અને તેમની વિરૂદ્ધ છે. આ રિપોર્ટ WhatsApp બીટા ઈનફો બ્લોગ તરફથી આપવામાં આવેલ છે.

આ રિપોર્ટ અનુસાર WhatsApp સ્ટીકર્સ એપ હટાવવા પાછળ એપલે ત્રણ મુખ્ય કારણ દર્શાવ્યા છે. આ એપની શરત છે કે સ્માર્ટફોનમાં WhatsApp ઈન્સ્ટોલ હોવુ જોઈએ. આ ગાઈડલાઈન અનુસાર કોઈ એક એપને બીજી એપની જરૂર પડતી નથી. બીજુ અને ત્રીજુ કારણ એ છે કે તમામ સ્ટીકર એપ એક જેવા દેખાતા હોવાથી એક જેવા હોઈ ગાઈડલાઈનની વિરૂદ્ધ છે.

WhatsApp સ્ટીકર્સ લૉન્ચ થયા બાદ ડેવલપર્સે સ્ટકર્સ એપ સ્ટોર્સ પર અપલોડ કરવાનું શરૂ કર્યુ. WhatsApp થર્ડ પાર્ટી ડેવલપર્સના તમામ સ્ટીકર્સને સપોર્ટ આપ્યો આથી એન્ડ્રોઈડ અને આઈઓએસમાં નવા સ્ટીકર એપ્સ મળવા લાગ્યા.

જો કે હાલ એપલ તરફથી સ્ટીકર હટાવવાને લઈને કોઈ અધિકારીક નિવેદન જાહેર કર્યુ નથી. સામાન્ય રીતે એપલ એપ સ્ટોર મોટી ગાઈડલાઈનને ફોલો કરે છે અને માનવામાં આવી રહ્યુ છે કે ગૂગલ પ્લે કે બીજા પ્લેટફોર્મ કરતા સિક્યોર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન