whatsapp sticker update removed bibimbap friends sticker feature
  • Home
  • Featured
  • Whats App ના લોકપ્રિય ફીચર Stickersમાં થયો ધરખમ ફેરફાર

Whats App ના લોકપ્રિય ફીચર Stickersમાં થયો ધરખમ ફેરફાર

 | 10:37 am IST

એક પછી એક અવનવા ફીચર લઈને WhatsApp તેના યૂઝર્સને નવી નવી અનુભૂતિ કરાવે છે. WhatsApp એક એવી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે જેના યૂઝર્સ કરોડોની સંખ્યામાં છે. આ યૂઝર્સને કંઇક વધુ સારૂ મળતુ રહે તેવા હંમેશા WhatsApp તરફથી પ્રયાસો રહ્યા છે. આવું જ એક ફીચર એટલે કે લોકપ્રિય ફીચર Stickers થોડા સમય પહેલા જ આવ્યુ હતુ જેનો મોટી સંખ્યામાં યૂઝર્સ ઉપયોગ કરતા હતા. હાલ સમાચાર છે કે WhatsApp ના લોકપ્રિય ફીચરમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

WhatsApp ના લોકપ્રિય ફીચર Stickersમાં એક ફેરફાર જોવા મળ્યો છે. WaBetaInfoએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે વોટ્સએપે પોતાના સ્ટિકર્સમાંથી ‘Bibimbap Friends’નામના સ્ટિકર પેક હટાવી દીધા છે. હાલ એ વાતની કોઈ જાણકારી નથી કે આ કેમ રિમૂવ કરવામાં આવ્યું છે. WaBetaInfoએ કહ્યું છે કે આ સ્ટિકર પેક એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જે યૂઝર્સે તેને પહેલા જ ડાઉનલોડ કર્યા છે તેમના કલેક્શનથી આ હટ્યા નથી. હવે આ Bibimbap friends પેક ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી.

સ્ટિકર હટ્યા પછી હવે જો યૂઝર All Sticker ઓપ્શન પર જાય છે તો તેને Bibimbap friends પેક જોવા મળશે નહીં. હવે My Stickerના ઓપ્શનમાં Stickerના બદલે ફક્ત ‘Update’જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે WhatsApp માં સ્ટિકર ફિચર ગત વર્ષે લોન્ચ કર્યું હતું. જેને લઈને હાલમાં એક અપડેટ પણ રજુ કર્યું છે. WhatsAppનું Android beta 2.19.33 વર્ઝન યૂઝર્સને સ્ટિકર્સના આખા પેકમાંથી એક સિંગલ સ્ટિકર ડાઉનલોડ કરવાની સહુલિયત આપે છે. જ્યાં પહેલા યૂઝરે પોતાના સ્ટિકર પેકથી કોઈ એક સ્ટિકરનો ઉપયોગ કરવાનો હોય તો તેને આખું પેક જ ડાઉનલોડ કરવું પડતું હતું. હવે અપડેટ પછી યૂઝર્સ એક સ્ટિકર પણ ડાઉનલોડ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન