શું તમને ખબર છે ?, whatsapp હવે મેસેજ ડીલીટ કરવા માટે આપશે આટલો સમય! - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • શું તમને ખબર છે ?, whatsapp હવે મેસેજ ડીલીટ કરવા માટે આપશે આટલો સમય!

શું તમને ખબર છે ?, whatsapp હવે મેસેજ ડીલીટ કરવા માટે આપશે આટલો સમય!

 | 3:21 pm IST

whatsappએ પોતાના એન્ડ્રોઈડ બીટા ટેસ્ટર્સ માટે વધુ એક અપડેટ લોન્ચ કરી દીધું છે. વોટ્સએપે પોતાના એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.18.74 માટે એક અડેપ્ટિવ લોન્ચર આઇકન લોન્ચ કર્યું છે. આ અપડેટ એન્ડ્રોઈડ ઓરીયો ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ છે. મેસેજિંગ એપ whatsappએ થોડાક મહિના પહેલા ‘Delete for Everyone’ ફીચર લોન્ચ કર્યુ હતું. આ ફીચરની મદદથી whatsapp યુઝર ભૂલથી મોકલવામાં આવેલા મેસેજને ડીલીટ કરી શકે છે.

શરૂઆતમાં યુઝરને આ મેસેજ ડીલીટ કરવા માટે માત્ર સાત મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. whatsapp અપડેટ્સને ટ્રેક કરનારા WeBetaInfoના ટ્વિટર અકાઉન્ટ પર કહેવામાં આવ્યું છે કે, એપ સ્ટોર પર whatsappનું નવું અપડેટ ઉપલબ્ધ છે. આ નવા ટાઈમ અપડેટને સૌથી પહેલા એન્ડ્રોઈડ બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું. હવે કંપનીએ iOS યુઝર માટે પણ નવો ટાઈમ અપડેટ આપ્યો છે.

તાજેતરમાં કંપનીએ આ લિમિટ વધારીને 4096 સેકન્ડ(એક કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડ) કરી દેવામાં આવી છે. આ અપડેટ બગ ફિક્સ માટે છે, પરંતુ Delete for everyone ફીચર માટે ટાઈમ લિમિટને 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડ સુધી વધારવામાં આવ્યો છે. આ ફીચર ગ્રૂપ અને પર્સનલ ચેટ બન્નેમાં કામ કરે છે.