WhatsApp Tricks For Status Delete
  • Home
  • Featured
  • WhatsApp સ્ટેટ્સમાં આવતી સ્ટોરીઝથી પરેશાન છો?, તો અપનાવો આ ટ્રિક, એક પણ નહીં દેખાય

WhatsApp સ્ટેટ્સમાં આવતી સ્ટોરીઝથી પરેશાન છો?, તો અપનાવો આ ટ્રિક, એક પણ નહીં દેખાય

 | 11:30 am IST

મેસેઝિંગ એપ વોટ્સેએપ (WhatsApp)ની પોપ્યુલેરિટી ઝડપથી વધી રહી છે. આપણે બધા મેસેજની સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ફોટો વોટ્સએપ પર બીજાની સાથે શેર કરતા હોઇએ છીએ. જો કે, અમુક ચીજો વોટ્સએપ પર એવી છે, જેનાથી આપણે મુશ્કેલીઓ પડે છે.

ઘણી વખત લોકો વોટ્સએપ ગ્રુપ બનાવીને આપણેને એડ કરી દેતા હોય છે. તેના સિવાય વોટ્સએપ સ્ટેટ્સમાં શેર થતી સ્ટોરીઝ પણ આપણને ઘણી વખત હેરાન પરેશાન કરતી હોય છે. જો તમે પણ વોટ્સએપ સ્ટેટ્સમાં શેર થતી સ્ટોરીઝથી પરેશાન છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી.

અમે તેમાંથી છુટકારો મેળવવાનો રસ્તો શોધી નાખ્યો છે. આજે અમે તેની ખાસ ટ્રિક બનાવીશું.. આ ટ્રિકથી તમારા વોટ્સએપ સ્ટેટ્સમાંથી લોકો તરફથી શેર થનાર સ્ટોરીઝ પુરી રીતે હટી જશે.

– તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ થતો કોઇ વ્યક્તિ જ્યારે વોટ્સએપ સ્ટેટ્સ પોસ્ટ કરે છે તો તે આ રીતનો નજારો દેખાય છે.

– જો તમે વોટ્સએપ સ્ટેટ્સ (Status)માં સ્ટોરીઝ હંમેશાં માટે ડિલીટ કરવા માંગો છો તો સૌથી પહેલા તમારા ફોનનું ઈન્ટરનેટ બંધ કરી દો. હવે વોટ્સએપ બંધ કરીને તમારા મોબાઇલના સેટિંગ્સમાં જાવ અને ત્યાંથી એપમાં વોટ્સએપને ફોર્સ સ્ટોપ (Force Stop) કરો. તે કંઇક આ રીતે નજરે પડશે. અત્યારે તમે ઓફલાઇન જ રહેજો. એટલે કે, મોબાઇલનું ઈન્ટરનેટ બંધ રાખો..

– હવે તમારે તમારા મોબાઇલના ટાઇમ સેટિંગ્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે હાલના સમયથી 24 અથવા તો 25 કલાક આગળનો ટાઇમ સેટ કરવાનો છે. ઉદાહરણ તરીકે જો તમારા મોબાઇલમાં 9 મેનો બપોરનો 1 વાગ્યો છે તો તેને બદલીને 10મેનો બપોરના 2 વાગ્યાનો કરી દો…

– હજી પણ તમારે મોબાઇલનું ઈન્ટરનેટ ચાલું કરવાનું નથી. હાલના સમયથી 24 કલાક કે 25 કલાકનો ટાઇમ આગળ વધાર્યા બાદ મોબાઇલ ટાઇમ સેટિંગને બંધ કરી નાંખો. હવે મોબાઇલનું ઈન્ટરનેટ ચાલું કરી નાંખો અને વોટ્સએપ પર જઇને પોતાના વોટ્સએપ સ્ટેટ્સને ચેક કરો. ત્યાં કંઇક આ રીતે નજરે પડશે.

– એટલે કે, તમારા વોટ્સએપ સ્ટેટ્સમાંથી લોકોની તમામ સ્ટોરીઝ ડિલીટ થઇ ચૂકી હશે. હવે તમે કોઇ પણ જાતની મુશ્કેલી વગર વોટ્સએપનો ઉપયોગ કરો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન