ભારતમાં Whatsapp પેમેન્ટ ફીચર લોન્ચ, જાણો કેવી રીતે કરશે કામ - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ભારતમાં Whatsapp પેમેન્ટ ફીચર લોન્ચ, જાણો કેવી રીતે કરશે કામ

ભારતમાં Whatsapp પેમેન્ટ ફીચર લોન્ચ, જાણો કેવી રીતે કરશે કામ

 | 4:05 pm IST

ઇન્સ્ટન્ટ મેસેજીંગ સર્વિસ whatsappપર પેમેન્ટ સિસ્ટમ લોન્ચ થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી ટેસ્ટિંગ કરવામાં આવતું આ ફીચર હવે તામારાwhatsapp  સાથે ક્નેક્ટ થઈ ગયું છે.અત્યારે એન્ડ્રોઈડ યૂઝર્સ પોતાનું whatsappઅપડેટ કરીને આ ફીચર યૂઝ કરી શકે છે. પરંતુ iOS યૂઝર્સએ થોડી રાહ જોવી પડશે.

આ ફીચર માત્ર ભારતીય યૂઝર્સ માટે છે અને તેનાં માટે whatsappએ કેટલીક બેંકોને પોતાના પ્લેટફોર્મ પર લાવવા માટે તેની સાથે પાર્ટનર્શિપ કરી છે. તેના માટે whatsapp માં એક ખાસ પેમેન્ટ સિસ્ટમ સાથે લીંક કરવામાં આવી છે. whatsappનાં સેટિંગ્સમાં તમને એક પેમેન્ટ ઓપ્શન દેખાશે. અહીંથી પેટીએમ જેવાં પેમેન્ટ ઓપ્શન મળશે.

જાણો કેવી રીતે કામ કરે છે વ્હોટ્સએપ પેમેન્ટ ફીચર :

 whatsapp દ્વારા તમે જે પૈસા ટ્રાંસફર કરી રહ્યા છો તેની પાસે whatsapp અપડેટ વર્જન હોવું જરૂરી છે. જે તમેન પૈસા ટ્રાંસફર કરે છે અને પૈસા લેનાર બંને યૂઝર્સ પાસે પેમેન્ટ ફીચર હોવુ જરૂરી છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મેસેજ મોકલનાર અને રિસીવ કરનાર બંનેની પાસે whatsapp નંબર UPI એપમાં રજીસ્ટ્રેશન હોવો જરૂરી છે, જેનાથી બેંક એકાઉન્ટ લિંક હોય છે.

આ રીતે કરો પૈસા ટ્રાંસફર :

સૌથી પહેલાં એપ અપગ્રેડ કરી લો. એન્ડ્રોઈડ માટે આપવામાં આવેલાં whatsapp વર્જન 2.18.46માં આ ફીચર આપવામાં આવ્યું છે. અપડેટ કર્યા પછી સેટિંગમાં જઈને પેમેન્ટ પર ટેપ કરવાનું રહેશે. અહીં ઓપ્શન મળશે. પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાથી તમને વેલકમ મેસેજ મળશે અંહી લખેલું હશે કે UPI દ્વારા તમે સિક્યોર રીતે પૈસા ટ્રાંસફર કરી શકો છો. અહીં તમને ટર્મ્સ એન્જ કંડીશન એક્સેપ્ટ કરવાની રહેશે. એક્સેપ્ટ કરતાની સાથે તમને UPI નો ઓપ્શન દેખાશે.

યૂઝર્સ ઈચ્છે તો ચેટબોક્સથી ડાયરેક્ટ આઈકોન પર ક્લિક કરીને પેમેન્ટ ઓપ્શન પંસંદ કરી શકે છે. બેંક સિલેક્ટ કર્યા પહેલા પોતાનો નંબર વેરિફાય કરવાનો રહેશે. તેના માટે એક મેસેજ સેન્ડ કરવાનો રહેશે. બેંક સિંક કર્યા પછી કોઈ પણ બેંકને સિલેક્ટ કરી શકો છો. જો પહેલાથી UPI એક્ટિવેટ હોય તો તમને સરળતા રહેશે.  બેંક સિલેક્ટ કરીને, એમાઉન્ટ એન્ટર કરવાની હોય છે, UPI પિન કરીને સેન્ડ પર ક્લિક કરવાનું રહેશે.