આ કામ નહીં કરનાર યૂઝરનું WhatsApp એકાઉન્ટ 120 દિવસમાં ડિલીટ થઇ જશે

વોટ્સએપ (WhatsApp)ની નવી પ્રાઈવેટ પોલીસી (WhatsApp privacy policy) 8 ફેબ્રુઆરીથી લાગુ થવાની હતી પરંતુ મોટા વિવાદ બાદ કંપનીએ આ પોલિસીને મે સુધી ટાળી દીધી હતી. હવે ફરીથી પોતાની પ્રાઇવસી પોલીસીને લઇ WhatsAppએ નોટિફિકેશન બહાર પાડ્યુ છે. જે અનુસાર WhatsAppની પ્રાઇવસી પોલિસી 15 મે 2021થી લાગુ થવા જઇ રહી છે. મે મહિનામાં લાગુ થનાર WhatsAppની પોલિસીને લઇ વિવાદ થરૂ થઇ ગયો છે. કારણ કે જો તમે WhatsAppની નવી પોલિસીને નહીં સ્વીકારો તો તેના પછી તમે ન તો કઇ મેસેજ કરી શક્શો ન તો તમને કોઇ મેસેજ મળશે.
120 દિવસ બાદ એકાઉન્ટ ડિલીટ થઇ જશે
WhatsAppએ કહ્યું કે, યૂઝર્સ ત્યાં સુધી કોઇ મેસેજ સેન્ડ નહી કરી શકે અને ન તો કોઇ મેજેસ રિસીવ કરી શકે જ્યાં સુધી તેઓ શરતોને સ્વીકારી ના લે. જે લોકો નવી પોલિસીને સ્વિકારતા નથી તેમનું એકાઉન્ટ ઇનએક્ટિવ દેખાશે અને ઇનએક્ટિવ એકાઉન્ટ 120 દિવસ બાદ ડિલીટ થઇ જશે. શરતોને સ્વિકારવા માટે કંપની નોટિફિકેશન મોકલતી રહેશે અને પછી તેને પણ બંધ કરી દેશે.
નવી શરતોને લઇ સૌથી વધારે વિરોધ ભારતમાં છે કારણ કે ભારતમાં જ WhatsAppના સૌથી વધારે યૂઝર્સ છે. નવી પોલિસીથી લોકોને નારાજગી છે કે WhatsApp હવે પોતાની પેરેન્ટ કંપની ફેસબુક સાથે વધારે ડેટા શેર કરવાની યોજના બનાવી રહી છે. જોકે WhatsAppએ ચોખવટ કરી છે કે, આવું નહીં થાય, પરંતુ ખરેખર અપડેટ બિઝનેસ એકાઉન્ટ સાથે જોડાયેલું છે.
WhatsApp પહેલાથી જ ફેસબુક સાથે કેટલીક જાણકારીઓ શેર કરે છે, જેમ કે યૂઝરનું આઇપી એડ્રેસ અને પ્લેટફોર્મ દ્વારા ખરીદારી કરવાની જાણકારી પણ શેર કરે છે. પરંતુ યુરોપ અને યૂકેમાં આવું કરી શક્તી નથી, કારણ કે આ દેશોમાં અલગ-અલગ પ્રાઇવસી કાયદો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન