WhatsApp will Come up with New Feature of Forward Messege
  • Home
  • Featured
  • વોટ્સએપ લઈને આવી રહ્યું છે નવું ફીચર, જાણો શું છે તેની ખાસિયત

વોટ્સએપ લઈને આવી રહ્યું છે નવું ફીચર, જાણો શું છે તેની ખાસિયત

 | 6:40 pm IST

વોટ્સએપ હાલ એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. હાલ આ ફીચરને ભારતીય કસ્ટર્મસને આપવામાં આવી રહ્યું છે. આ ફીચર એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં અપાઈ રહ્યું છે. આ ફીચર ફોરવર્ડેડ મેસેજ પર લગામ લગાવવાનું કામ કરશે. એટલું જ નહીં, કંપનીએ મેસેજ ફોરવર્ડ કરવાની લીમિટ પણ નક્કી કરી દીધી છે.

નવા ફીચરની જે વાત કરી રહ્યા છીએ, તેનાથી હવે તમને ફોરવર્ડ કરેલ મેસેજ અંગે વધારે જાણકારી મળશે. આ જાણકારી મહત્વપુર્ણ હશે. આ નવા ફીચર હેઠળ વોટ્સએપના ફોરવર્ડેડ મેસેજમાં તમે જોઈ શકશો કે, તે મેસેજને કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. ટ્વીટર પર એક યુઝરે વોટ્સએપના આ નવા ફીચરનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે. જેમાં વોટ્સએપના એક ફોરવર્ડ મેસેજની જાણકારી છે. આ મેસેજના ઈનફોનમાં ત્રણ જાણકારીઓ છે- Seen, Delivered અને Forwarded 1 times. એટલે કે, જે સ્ક્રીનશોટ છે, તે મેસેજને એક વખત ફોરવર્ડ કરાયો છે.

આ ફીચર વાઇરલ મેસેજને ઓળખવામાં ખુબ જ મદદગાર સાબિત થશે. પણ હાલ આ ફીચરને તમામ યુઝર્સને આપવામાં આવ્યું નથી. પણ ટૂંક સમયમાં જ તે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. ભારતમાં કે જ્યાં, એક વાઇરલ મેસેજને કારણે મોબ લીચિંગ જેવી ઘટનાઓ બને છે. તેવામાં વોટ્સએપનું આ ફીચર તેના પર લગામ લગાવવા માટે ખુબ જ ઉપયોગી નીવડશે. ભારત સરકારે પણ વોટ્સએપને ફેક મેસેજ પર અંકુશ લગાવવા માટે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન