WhatsApp Will Launch new Real Later Feature
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Whatsapp પર કમાલનું નવું ફીચર, હવે ફાલતુ મેસેજ કરનારાઓથી મળશે છૂટકારો

Whatsapp પર કમાલનું નવું ફીચર, હવે ફાલતુ મેસેજ કરનારાઓથી મળશે છૂટકારો

 | 6:46 pm IST
  • Share

મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp દ્વારા તાજેતરમાં અનેક નવાં ફીચર્સ રજૂ કરવામાં આવ્યા છે અને અમુકનાં પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. એકંદર યુઝર્સનાં અનુભવને સુધારવા માટે ફેસબુકની માલિકીની આ એપ્લિકેશન પર ‘Read Later’ સુવિધાના નામ હેઠળ Archived Chatsનું નવું વર્ઝન આવી રહ્યું છે. વોટ્સએપમાં Read Later ફીચર શું છે અને તે કેવી રીતે કામ કરશે તેનાથી સંબંધિત વિગતો ટૂંક સમયમાં બહાર આવશે. યુઝર્સ હવે સિલેક્ટેડ કોન્ટેક્ટસ માટે Read Later વિકલ્પ પસંદ કરી શકશે.

Read Later સુવિધાની સહાયથી વપરાશકર્તાઓ ઇચ્છિત સમય માટે પસંદ કરેલી ચેટને મ્યૂટ કરી શકશે. અહેવાલોમાં બહાર આવ્યું છે કે આ સુવિધા મોટા ભાગે વેકેશન મોડની જેમ કામ કરશે, જેના પર કંપની લાંબા સમયથી કામ કરી રહી છે. હાલના આર્કાઇવ ચેટ વિકલ્પ અને નવી સુવિધા વચ્ચેનો મોટો તફાવત એ છે કે Read Later સંપર્ક પસંદ કર્યા પછી નવો સંદેશ આવે ત્યારે કોઈ નોટિફિકેશન પ્રાપ્ત થશે નહીં. જ્યારે ચેટ સંદેશ આર્કાઇવ કરવામાં આવે છે, ત્યારે એક નવો સંદેશ આવતાની સાથે જ એક નોટિફિકેશન પ્રાપ્ત થાય છે.

કેવી રીતે કામ કરશે Read Later?

જો તમે કોઈપણ કોન્ટેક્ટના મેસેજ વાંચવા માંગતા નથી અથવા તેની સાથે ચેટ કરવા માંગતા નથી, તો તમારે કોન્ટેક્ટને Read Later વિકલ્પમાં ઉમેરવો પડશે. આ પછી તે કોન્ટેક્ટની કોઈપણ પ્રકારની નોટિફિકેશન તમને પરેશાન કરશે નહીં. નવી સુવિધાથી યુઝર્સ એપ્લિકેશન પર વધુ સારો અનુભવ કરશે અને બિનજરૂરી સંદેશાઓને કારણે તેઓને પરેશાન નહીં થાય. યુઝર્સ તેમની પસંદગીના કોઈપણ સમયે Read Late વિકલ્પને ઈનેબલ અથવા અનેબલ કરી શકશે. ટૂંક સમયમાં આ સાથે સંબંધિત સત્તાવાર વિગતો શેર કરવામાં આવશે.

ક્યારે મળશે નવું ફીચર?

વોટ્સએપ કોઈપણ સુવિધાને રોલ કરતાં પહેલા બીટા યુઝર્સ સાથે તેનું પરીક્ષણ કરે છે. Read Later ઓપ્શન પણ વોટ્સએપ બીટા ફોર iOS વર્ઝન 2.20.130.1 પર જોવા મળ્યું છે. આ સુવિધાની હમણાં ચકાસણી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે પણ રોલઆઉટ કરી શકાય છે. કંપની આગામી વર્ષના પ્રારંભ સુધીમાં નવા Read Later ફીચરને બધા વપરાશકર્તાઓ માટે લાવી શકે છે.

આ વીડિયો પણ જુઓઃ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની સ્વયંભૂ લૉકડાઉન પાળવા અપીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન