વોટ્સએપની તમારી ચેટ ખરેખર સુરક્ષિત છે ? એક મહત્ત્વનો પ્રશ્ન - Sandesh
  • Home
  • Supplements
  • વોટ્સએપની તમારી ચેટ ખરેખર સુરક્ષિત છે ? એક મહત્ત્વનો પ્રશ્ન

વોટ્સએપની તમારી ચેટ ખરેખર સુરક્ષિત છે ? એક મહત્ત્વનો પ્રશ્ન

 | 12:06 am IST

Cyber Info : મયૂર ભૂસાવળકર

જ્યારથી ફિલ્મી હસ્તીઓની વોટ્સએપ ચેટ પબ્લિક ડોમેનમાં વાઇરલ થઈ છે, ત્યારથી મોટાભાગના વ્યક્તિઓના મનમાં એક શંકા ઘર કરી ગઈ છે કે, શું વોટ્સએપ ચેટ એક સલામત પ્લેટફેર્મ છે? જો વોટ્સએપ ચેટ સલામત પ્લેટફેર્મ  હોય તો ત્રણ મહિના, છ મહિના તેમજ ૨ વર્ષ જૂની વોટ્સએપ ચેટ કેવી રીતે રિકવર થઇ શકે છે, કેવી રીતે મોબાઈલ માંથી ડિલીટ કરી દેવામાં આવી હોય તે ચેટ પણ પાછી આવી શકે? વોટ્સએપ કંપની એ તો સૌથી પહેલાં કહી દીધું છે કે અમે કોઈપણ પ્રકારનો ડેટા અમારા સર્વર પર સેવ કરતા નથી. તો આવો સેન્સિટિવ ડેટા જ્યારે પબ્લિક ડોમેઇનમાં વાઇરલ થાય ત્યારે વોટ્સએપની કાર્યશૈલી સામે પ્રશ્નાર્થ ઊભો થાય. માત્ર વોટ્સએપ જ નહીં પણ દુનિયાની જેટલી પણ એપ્લિકેશનો એન્ક્રિપ્શનનો દાવો કરે છે, તે તમામની કાર્યશૈલી સામે અત્યારના સમયમાં સૌથી મોટા પ્રશ્નો ઉદભવ્યા છે, યૂઝર પોતાના ડેટા ને સલામત રાખવા અને  ડેટા ની પ્રાઇવસી ન જોખમાય તે માટે વોટ્સએપ સિવાયના અન્ય વિકલ્પોની તરફ આગેકૂચ કરી ચૂક્યા છે. આજના સમયમાં તમામ યૂઝર જે સેન્સિટિવ ડેટાની આપ-લે કરતા હોય તેમના  દ્વારા એવી એપ્લિકેશનની હવે માગ ઊઠી છે કે જે સ્ક્રીનશોટ ન લેવા દે.

કોઈ અન્ય મોબાઇલ ડિવાઇસ દ્વારા જો ફેટો લેવાનો પ્રયત્ન થાય તો ફેટો ડાર્ક મોડમાં  ફેરવાઈ જાય. કોઇ પણ જગ્યાએ ડેટાનું  બેકઅપ ના તો લઈ શકાય ના તો  સંગ્રહી શકાય. તેમજ એપ્લિકેશનના સર્વર ઉપર કોઈપણ પ્રકારના ટાઇમ સ્ટેમ્પ કે મેટાડેટાનો સંગ્રહ થયેલો હોવો ન જોઈએ.

ચેટ લીક કેવી રીતે થાય છે?

ચેટ લીક થવા પાછળ મુખ્ય અગિયાર કારણો જવાબદાર છે, જ્યાં એન્ક્રિપ્શન પ્લેટફેર્મની કોઈ અસર વર્તાતી નથી.

  • ગ્રૂપ ચેટ હોય કે પર્સનલ ચેટ સ્ક્રીનશોટ દ્વારા લીક થઈ શકે છે.
  • ચેટ દરમિયાન કોઈપણ વ્યક્તિ શેર માધ્યમથી ચેટને મેલ પણ કરી શકે છે
  • જ્યારે ગ્રૂપ પ્લેટફેર્મ પર ચેટ કરતા હોઈએ તો ગ્રૂપની ઇનવાઇટ લિંક દ્વારા
  • ગ્રૂપ લિંકને થર્ડ પાર્ટી વેબસાઇટ પર મોકલવામાં આવેલી હોય તો
  • બેકઅપ જે ડેટાબેઝ ફેર્મેટમાં મોબાઇલમાં ફઈલ મેનેજરમાં જ સંગ્રહ કરાય છે. ત્યાંથી પણ ટેક્સ્ટ એડિટર સોફ્ટવેરની મદદથી સામાન્ય સ્વરૂપમાં મેળવી શકાય છે
  • ક્લાઉડ પ્લેટફેર્મ ઉપર સંગ્રહિત કરવામાં આવેલી ચેટનો પાસવર્ડ પબ્લિક ડોમેનમાં જતો રહે તો, ઘણા વ્યક્તિઓ એક જ મોબાઈલ ઉપર એક કરતાં વધારે વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ થકી કરતા હોય છે, તો ત્યાંથી પણ લીક થઇ શકે છે
  • અમુક લોકો વોટ્સએપમાં બેક ગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે ગ્રૂપ મર્યાદા વધારવા માટે ડેવલોપર્સ ઓપ્શનમાં ફેરફર કે રૂટ કરે છે તો ત્યાંથી પણ લીક થઇ શકે છે,
  • ચેટનું બેકઅપ ગૂગલ ડ્રાઈવ અથવા આઈ-ક્લાઉડ પર હોય તો
  • વોટ્સએપ વેબના ઉપયોગ દરમિયાન
  • સ્પાયવેર સોફ્ટવેરના ઉપયોગથી

અન્ય એપ્લિકેશન પણ વોટ્સએપની પદ્ધતિથી જ કામ કરે છે

વોટ્સએપ ના અલ્ટરનેટિવ તરીકે ખાસ કરીને લોકોની પસંદગી ટેલિગ્રામ અને સિગ્નલ એપ્લિકેશન છે. પરંતુ આ બે એપ્લિકેશનની પણ પોતાની ચોક્કસ મર્યાદા છે. જે વોટ્સએપની જેમ જ યુઝર્સના મેટાડેટા અને ટાઈમ સ્ટેમ્પનો પણ પોતાના સર્વર ઉપર સંગ્રહ કરે છે. માત્ર સિગ્નલ એપ્લિકેશન કોઈપણ યુઝર્સના મેટાડેટા તેમજ કોન્ટેકનો સંગ્રહ કરતું નથી અને ડેટાને એનક્રિપ્ટ મોડમાં જ રાખે છે. પરિણામે સિગ્નલ એપ્લિકેશનને છોડીને બાકીની એપ્લિકેશનોમાં ડેટા સલામત રહી શકતો નથી. વધુમાં લોકોની પસંદગી આ એપ્લીકેશનની પાછળ એટલા માટે છે કે જે ડિસ્ટ્રક્ટિવ મેસેજ મોડ ઉપર કામ કરે છે. એનો અર્થ એ થાય છે કે મેસેજ મોકલ્યાના નિર્ધારિત સમયમાં જ મેસેજને ડિલીટ પણ કરી શકો છો. વોટ્સએપ કોર્પોરેશન છેલ્લા બે વર્ષથી સેલ્ફ્ ડિસ્ટ્રક્ટિવ મેસેજ લાક્ષણિકતા ઉપર કાર્ય કરી રહ્યું છે. પણ હજુ સુધી વોટ્સએપ દ્વારા આ લાક્ષણિકતા ઉમેરાઇ નથી.

શું વોટ્સએપ ચેટ સલામત છે?

વોટ્સએપ એક એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન મેથડ ઉપર કાર્ય કરે છે. પરિણામે મોકલનાર અને મેળવનાર સિવાય કોઈપણ ત્રાહિત વ્યક્તિ જો મેસેજને મેન ઈન મિડલ એટેકથી ટ્રેસ કરે તો પણ એ વ્યક્તિ ચેટને વાંચી શકતો નથી, વોટ્સએપ પણ એ મેસેજને વાંચી શકતું નથી. જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને મેસેજ મોકલે છે અને એ મેસેજ જ્યારે મેળવનાર વ્યક્તિ રિસીવ કરી લે છે એટલે વોટ્સએપના સર્વર પરથી મેસેજ ડિલીટ થઈ જાય છે. પરિણામે વોટ્સએપનું સર્વર આવા કોઈપણ ડેટાને પોતાના માધ્યમ ઉપર ક્યારેય સેવ કરતું નથી. એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ટેક્સ્ટ, ઓડિયો અને વીડિયો મેસેજને પણ લાગુ પડે છે. પરંતુ વોટ્સએપનું સર્વર યૂઝરના મેટાડેટાનો સંગ્રહ કરે છે. મેટાડેટામાં બે વ્યક્તિ કે કોઈ ગ્રૂપમાં જે કોઈ પ્રકારની ચેટિંગ થતી હોય તો જે ફેન નંબરનો ઉપયોગ થાય છે એ ફેન નંબર અને કઈ તારીખે અને કયા સમયે વોટ્સએપ સર્વરનો ઉપયોગ કર્યો તે માહિતી ટાઈમ સ્ટેમ્પ સ્વરૂપે સંગ્રહ કરાય છે. હજુ પણ પણ એક શક્યતા એ છે કે, જો કોઈ વ્યક્તિ માટે કોઈ દેશની સરકાર, સુપ્રીમ કોર્ટ કે પોલીસ અધિક્ષક દ્વારા કાનૂની કાર્યવાહી અંતર્ગત લીગલ નોટિસ વોટ્સએપને મોકલવામાં આવે તો કેલિફોર્નિયાના ડેટા એક્ટ હેઠળ અને માન્ય શરતોને આધીન વ્યક્તિના વોટ્સએપ નંબરને વોટ્સએપ દ્વારા સર્વેલન્સ પર મૂકવામાં આવે છે અને એના દ્વારા થતી કોઈપણ પ્રકારની વાતચીત એક કાયદા હેઠળ તપાસ એજન્સીઓને સાથે શેર કરવામાં આવે છે.

મેસેજિંગ માટેની એપ્લિકેશનના અલ્ટરનેટિવ ક્યાં અને કેટલા યોગ્ય ?

વોટ્સએપના અલ્ટરનેટિવ તરીકે ટેલિગ્રામ અને સિગ્નલ ઉપરાંત અન્ય પાંચ સોફ્ટવેર એપ્લિકેશનનો સમાવેશ થાય છે. જેમાં સ્પાઇક, થિરિમા, સીમ્સમે, વાયર અને હોસરનો સમાવેશ થાય છે. વોટ્સએપને છોડીને બાકીની તમામ એપ્લિકેશનો લોગઇન થવા માટે યૂઝરના મોબાઈલ નંબર સિવાયના પણ ઓપ્શન છે. જેમ કે સ્ટિકર, ચેનલ, ઇમેલ એકાઉન્ટ, અજ્ઞાત લોગીન વગેરે જેવા વિકલ્પો. જયારે વોટ્સએપ લોગીન કરવા માટે માત્ર મોબાઈલ નંબર જ વિકલ્પ છે. પરંતુ આ તમામ એપ્લિકેશન સ્ક્રીનશોટ ન લઈ શકવાની યૂઝર્સની જરૂરીયાતને પુરી પાડતી નથી. અન્ય મોબાઈલ દ્વારા ફેટો પાડવાથી ફેટો ડાર્કમાં ફેરવાઈ જાય એવી ખૂબી પણ કોઈ એપ્લિકેશનમાં નથી. પરિણામે કોઇપણ એપ્લિકેશન વાપરો તમારી ચેટ પ્રાઇવેટ કે સુરક્ષિત ક્યારેય નથી. અને એટલે જ સાચું કહેવાયું છે કે ઈન્ટરનેટ ઉપર ડિલીટ બટન માત્ર તમારા સંતોષ માટે છે. પરંતુ એકવાર પોસ્ટ કરવામાં આવેલી કોઈ પણ વિગત ઇન્ટરનેટ પરથી ક્યારેય ડિલીટ થતી નથી.

શું મોબાઇલ ફેનને ક્લોનિંગ કરીને ડેટા પાછો લાવી શકાય છે ?

હા, મોબાઇલમાં ક્લોનિંગને ઇમેજ અથવા મિરરના નામથી પણ ઓળખવામાં આવે છે. મોબાઇલ ફેનને ક્લોનિંગ કરીને ડિલીટ કરેલી ફઇલનો ડેટા પાછો લાવી શકાય છે. પરિણામે જે ડેટા મોબાઇલ ફેનમાં પહેલા ઉપલબ્ધ હતો અને કોઈ કારણથી એને ડિલીટ કરાયો છે અને એ ડેટાને જો તમારે પાછો લાવવો છે, તો ક્લોનિંગ દ્વારા શક્ય છે. ફિલ્મી હસ્તીઓના વોટ્સએપ ડેટાને ક્લોનિંગ મેથડ દ્વારા જ પાછો મેળવાયો છે. જોકે વોટ્સએપ ચેટ એન્ડ ટુ  એન્ડ એન્ક્રિપ્ટેડ છે, પરંતુ જ્યારે ચેટ મેસેજનું બેકઅપ ક્લાઉડ તેમજ ડ્રાઈવ ઉપર લેવાય છે ત્યારે તે થર્ડ પાર્ટી માટે એક્સેસ કરવો શક્ય બને છે. તે બેકઅપ ક્યારે પણ એન્ક્રિપ્ટેડ હોતું નથી. પરિણામે જો કોઈ વ્યક્તિ ક્લાઉડ એકાઉન્ટના તેમજ ડ્રાઇવના પાસવર્ડને જાણતું હોય તો મેસેજને ત્યાંથી વાચ્ય સ્વરૂપે સરળતાથી મેળવી શકાય છે. સાથેજ ગવર્નમેટ એજન્સીઓ કોમ્પ્લેક્ષ સોફ્ટવેર મિકેનિઝમનો ઉપયોગ કરીને મોબાઇલ ફેનમાં ઉપલબ્ધ બધા જ ડેટાને બીજા ફેનમાં ક્લોન કરી શકે છે. જેને બીજા ઇમેજિંગના નામથી પણ ઓળખવામાં આવે છે. અમુકવાર સાઈબર અપરાધીઓ દ્વારા લોકોના ડેટાને મેળવવા માટે તેમના જૂના મોબાઇલની વધુ કિંમત તો આપતી જાહેરાતોને ઇન્ટરનેટના માધ્યમથી પ્રસારિત કરવામાં આવે છે અને વધુ ઊંચી કિંમત ચૂકવીને લોકોના મોબાઈલ ખરીદવામાં આવે છે અને ત્યારબાદ તે જૂના મોબાઈલનું ક્લોનિંગ કરીને તેમાંથી અગત્યના ડેટા તારવીને લોકોને બ્લેકમેલ પણ કરવામાં પણ આવે છે. અથવા ડેટાને ડાર્ક વેબ પર પણ વહેંચી દેવામાં આવે છે. પરિણામે મોબાઈલ વેચનાર વ્યક્તિ મોબાઈલની ઊંચી કિંમત મેળવવા બદલ પોતાના ગુણગાન ગાય છે પરંતુ  ખરા અર્થમાં એ પોતાની જાતને અને એના મોબાઈલમાં ઉપલબ્ધ તમામ લોકોના ડેટાને ઇન્ટરનેટ રૂપી માયાજાળમાં ધકેલી દે છે.

મોબાઇલના ક્લોનિંગથી બચવા માટે શું કરવું જોઇએ ?

કોઈપણ વ્યક્તિ એ પોતાનો જૂનો મોબાઇલ કે ડિવાઇસ વેચતા પહેલાં તેમજ ક્લોનથી બચાવવા માટે સૌથી પહેલાં મોબાઇલના ડેટાને એનક્રિપ્ટ કરવો ત્યારબાદ મોબાઇલને હાર્ડ રિસેટ કરવો અને ડિલીટેડ ડેટાને અન્ય ડેટા વડે બે થી વધુ વખત ઓવરરાઈટ કરવો ખુબ જ જરૂરી છે. પરિણામે ક્લોનિંગ સામે અગત્યના ડેટા માટે એક ઇલેક્ટ્રોનિક્સ સુરક્ષા કવચ ઊભું કરી શકાય. પરિણામે અગત્યનો ડેટા ક્યારેય કોઈના પણ દ્વારા પાછો મેળવી શકાતો નથી અને જો મેળવી પણ લે તો પણ એ અર્થહીન થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન