ઘઉંમાં ફ્લોર મિલોની માગથી સુધારો, એરંડામાં નરમ વલણ - Sandesh
  • Home
  • Business
  • ઘઉંમાં ફ્લોર મિલોની માગથી સુધારો, એરંડામાં નરમ વલણ

ઘઉંમાં ફ્લોર મિલોની માગથી સુધારો, એરંડામાં નરમ વલણ

 | 1:30 am IST

રાજકોટ, તા.૧૩

દેશમાં સારા ચોમાસાની આગાહી વચ્ચે અંદામાન-કેરળમાં ઢુંકળું આવતા બધાની મીટ મંડાણી હોવાથી કોમોડિટી વાયદાઓ અને હાજર બજારોમાં સાવચેતી દેખાવા લાગી છે. આજે શનિવારના કારણે વાયદાઓ બંધ રહેતા હાજર બજારોમાં સુસ્તી વચ્ચે ભાવોનું વલણ ટકેલ હતું. સાઉથની આંટા મિલોની સૌરાષ્ટ્રમાં ઘઉં મિલબરમાં ડિમાન્ડ નીકળતાં રાજકોટ ખાતે વધુ ક્વિન્ટલે રૂ.૧૫ સુધરી રૂ.૧૫૭૫માં કામકાજ હતા. જ્યારે વેરાવળ કન્ટેનર બિલ્ટી રૂ. ૧૫૬૦નો ભાવ હતો. મંદીના કારણે ભાવો ઘટયા હોવાથી આવકો ઓછી રહે છે.

રૂ બજારમાં લેવાલી અને વેચવાલી મર્યાદિત રહેતા ગાંસડી ક્વોલિટી વાઈઝ રૂ. ૩૬૦૦૦થી ૪૨૪૦૦ તેમજ કપાસનો રૂ. ૮૫૦થી ૧૧૫૦નો ભાવ હતો. હાલ સારા માલોમાં તેજી દેખાતી હોવાથી નબળા માલો બજારમાં વધુ આવી રહ્યાં છે.

ખાદ્યતેલોમાં સુસ્તી વચ્ચે રાજકોટ ખાતે સિંગતેલ લુઝ રૂ. ૯૭૫થી ૯૮૦ બોલતા હતા. સૌરાષ્ટ્રમાં મગફળીની ૨૦ હજાર ગુણીની આવકે પિલાણબર ખાંડીનો રૂ.૧૬ હજાર, ૨૦ કિલોનો રૂ. ૭૯૦થી ૮૫૦, દાણાબરનો રૂ. ૧૧૯૦થી ૧૨૦૦ હતો.   એરંડા વાયદામાં નરમાઈની અસરે હાજરમાં ખરીદી ઠંડી પડવા લાગતા ધીમા ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એરંડાની ૫૫ હજાર ગુણીની આવકે યાર્ડામાં રૂ.૧૦ ઘટી રૂ. ૮૪૦થી ૮૯૦, દિવેલ લુઝ રૂ. ૯૪૦થી ૯૫૦, કડી રૂ.૯૦૫ હતા.

;