Wheelchair Man Hitches Ride By Holding Truck
  • Home
  • Videos
  • Featured Videos
  • વ્હીલચેર પર બેસીને આ વ્યક્તિ કરે છે એવું કે જોઈને તમારા રૂવાંટા થઈ જશે ઉભા

વ્હીલચેર પર બેસીને આ વ્યક્તિ કરે છે એવું કે જોઈને તમારા રૂવાંટા થઈ જશે ઉભા

 | 4:30 pm IST

દુનિયામાં જુગાડ ટેક્નોલોજીનો કોઈ તોડ નથી. આપણા દેશમાં તમે કેટલાક એવા સાઇકલ ચલાવનાર જોયા હશે જે આગળ ચાલી રહેલી ગાડીઓનો ખૂણો પકડીને સાઇકલ ચલાવે છે જેથી તેમને સાઇકલ ચલાવવામાં મહેનત ન કરવી પડે અને ઉર્જા અને સમયની પણ બચત થઈ જાય. જોકે એવું માત્ર ભારતમાં બને એવું જરૂરી નથી. સોશિયલ મીડિયા પર સાઉથ અફ્રિકાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વ્હીલચેર પર બેઠેલો શખ્સ આવું કરતા નજરે આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક શખ્સ વ્હીલચેર પર બેઠો છે. તેની આગળ એક ટ્રક ચાલી રહ્યું છે. શખ્સ એ ટ્રકના ખૂણાને પકડી લે છે જેના કારણે તેને વ્હીલચેર ચલાવવાની જરૂર પડતી નથી અને સરળતાથી રાસ્તો પાર કરે છે. રિપોર્ટ મુજબ આ વીડિયો સાઉથ અફ્રિકાના પ્રેટોરિયાનો છે. જોકે આવું કરવું ટ્રાફિક નિયમોના વિરુદ્ધ અને જોખમ ભર્યું છે. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન