Baahubali’s Rajmata Shivagami Locked Lips With 24 Years Older Actor
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાજમાતા ‘શિવગામી’એ 24 વર્ષ મોટા એક્ટર સાથે લિપ લોક કરીને બોલિવૂડ ધુણાવ્યું’તું….video

રાજમાતા ‘શિવગામી’એ 24 વર્ષ મોટા એક્ટર સાથે લિપ લોક કરીને બોલિવૂડ ધુણાવ્યું’તું….video

 | 1:00 pm IST

નાનાથી માંડી મોટા એમ બધી ઉંમરના લોકોને આકર્ષનાર અને બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી તેમજ બાહુબલી 2માં પ્રભાસની રાજમાતા શિવગામી દેવી લગભગ બધાને યાદ જ હશે. એક્ટિંગથી પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરનાર અભિનેત્રી રામ્યા કૃષ્ણન અનિલ કપૂર સહિતના અભિનેતા સાથે બોલ્ડ સીન કરી ચૂકી છે. રાજમાતા શિવગામીએ એવા એવા સીન આપેલા છે કે વિશ્વાસ જ ન આવે.

વાત કરીએ જો 1995માં આવેલ અનિલ કપૂરની ફિલ્મ ત્રિમૂર્તિની તો એમાં રામ્યાએ અનિલ કપૂર સાથે વરસાદમાં પલળતા પલળતા ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા કે જે સમયે તેની ખુબ ચર્ચા અને વિરોધ થયો હતો. આ ફિલ્મમાં તેને વેમ્પનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખવીય છે કે અભિનેત્રી રામ્યા અને અનિલ કપૂર વચ્ચે આખા 14 વર્ષનો ફરક છે. હા એ વાત છે કે પાછળથી આ બધા બોલ્ડ સિન્સને ફિલ્મમાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે ફિલ્મમાં તેમનું નામ પણ નહોતું આવ્યું. પરંતુ તસવીરો વાયરલ થઈ હતી.

હવે જો 1993માં આવેલી ફિલ્મ પરંપરામાં ડોકિયું કરીએ તો રામ્યા વિનોદ ખન્ના સાથે જોવા મળી હતી આ ફિલ્મમાં પણ ખૂબ જ બોલ્ડ અને સ્ટેમી લિપલોક સિન તેમજ રેઇન ડાન્સના સીન જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે  વિનોદ ખન્ના રમ્યા કરતા 24 વર્ષ મોટો છે.

રામ્યાએ 13 વર્ષની ઉંમરે તામિલ ફિલ્મ ‘Vellai Manasu’ દ્વારા બાળ કલાકારના રુપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. તેમણે અત્યાર સુધીમાં 200થી વધારે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મમાં કામ કર્યું છે. તેટલું જ નહીં રામ્યા અત્યાર સુધીમાં 4 ફિલ્મફેર એવોર્ડ પણ પોતાના નામે કરી ચૂકી છે. 1998માં આવેલી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ફિલ્મમાં અમિતાભ બચ્ચનના ઓપેઝિટ નજર આવી હતી. તેમની જોડીને દર્શકોએ પસંદ પણ કરી હતી. રામ્યા ફિલ્મ ચાહતમાં શાહરુખ ખાન સાથે પણ જોવા મળી હતી.

આ વીડિયો પણ જુઓ: પાકિસ્તાની ખજૂરની આયાતનું કૌભાંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન