When Car moving driver was sleeping, Video Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: વાયુવેગે ચાલી રહી હતી કાર ત્યારે ડ્રાઇવર ભાઈ ઘસઘસાટ ઊંઘી ગયા, પછી થયું એવું કે…

Video: વાયુવેગે ચાલી રહી હતી કાર ત્યારે ડ્રાઇવર ભાઈ ઘસઘસાટ ઊંઘી ગયા, પછી થયું એવું કે…

 | 12:17 pm IST

સોશિયલ મીડિયા પર અવાર નવાર ચોંકાવનારા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હવે આ જ ક્રમે વધુ એક એવો જ વીડિયો ઘણો વાયરલ થયો છે. આ વીડિયો ટેસ્લા કારનો છે. જેમાં કાર ઝડપી ગતિએ ચાલી રહી છે અને ડ્રાઇવરને અચાનક ઊંઘ આવી જાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો અમેરિકાના મેસાચુસેટ્સ(massachusetts)નો બતાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડ પર એક ટેસ્લા કાર વાયુવેગે ચાલી રહી છે. પરંતુ તેનો ડ્રાઇવર નિશ્ચિંત થઈ ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. ઉપરાંત તેની બાજુમાં બેઠેલી મહિલા પર ઊંઘી રહી છે. આ વીડિયોને જોઈ લોકો પણ હેરાન છે. જોકે સદનસીબે કોઈ દુર્ઘટના ન થઈ. આપને જણાવી દઈએ કે ટેસ્લા ઓટો પાયલોટ ફંક્શન કાર છે. પરંતુ તેમ છતાં કંપનીએ કહ્યું છે કે કોઈ પણ મોટી દુર્ઘટના ન થયા તે માટે ડ્રાઇવરે હંમેશા એલર્ટ રહેવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન