જ્યારે ક્રિસમસ ટ્રીને મીણબત્તીથી શણગારવામાં આવતું - Sandesh
  • Home
  • Kids Corner
  • જ્યારે ક્રિસમસ ટ્રીને મીણબત્તીથી શણગારવામાં આવતું

જ્યારે ક્રિસમસ ટ્રીને મીણબત્તીથી શણગારવામાં આવતું

 | 12:06 am IST

ક્રિસમસ ટ્રી એક સુશોભિત શંકુ આકારનું વૃક્ષ હોય છે, જે સામાન્ય રીતે સ્પ્રુસ, પાઇન તેમજ ફરની જેમ શંકુ આકારનું હોય છે. આ ક્રિસમસ ટ્રી નાતાલના તહેવાર સાથે સંકળાયેલું છે. ક્રિસમસ ટ્રી સૌ પ્રથમ મધ્યયુગી લિવોનિયા અને આધુનિક યુગમાં જર્મનમાં વિકસાવવામાં આવ્યું હતું. નાતાલના આ વૃક્ષને પરંપરાગત રીતે રંગીન ચળકતા કાગળ, નાના રમકડાંના ચળકતા બોલ, નાના સ્ટાર, ક્રિસમસ બેલ, સાન્તા કેપ જેવી અનેક વસ્તુઓથી શણગારવામાં આવે છે. ૧૮મી સદીમાં આ ક્રિસમસ ટ્રીને મીણબત્તીથી પ્રકાશિત કરી શણગારવામાં આવતું હતું, ત્યારબાદ વીજળીનું આગમન થતાં તેના પર રંગબેરંગી ક્રિસમસ લાઇટ લગાવવાની શરૂઆત થઈ. એન્જલ ગેબ્રિયલ અથવા સ્ટાર ઓફ બેથલેહેમના જન્મની યાદમાં ક્રિસમસ ટ્રીની ટોચ ઉપર એક એન્જલ અથવા એક સ્ટાર મૂકવામાં આવે છે.