When Deepika Wants To Gave This Special Gift To Ranbir
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણબીર કપૂરને આ ‘અશ્લિલ’ ગિફ્ટ આપવા ઇચ્છતી હતી દીપિકા પાદુકોણ

રણબીર કપૂરને આ ‘અશ્લિલ’ ગિફ્ટ આપવા ઇચ્છતી હતી દીપિકા પાદુકોણ

 | 6:22 pm IST

કરણ જોહરનાં ચેટ શૉ ‘કૉફી વિથ કરણ’ની દરેક સીઝન વિવાદોમાં રહે છે. ગત દિવસોમાં હાર્દિક પંડ્યાએ આ શૉમાં વિવાદીત નિવેદન આપ્યું હતુ અને વાત ત્યાં સુધી પહોંચી ગઇ કે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા. કરણનાં આ શૉનાં એક એપિસૉડમાં દીપિકા પાદુકોણે કંઇક આવું જ વિવાદીત નિવેદન આપ્યું હતુ. આ શૉમાં દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર એક સાથે પહોંચ્યા હતા. અહીં દીપિકા પાદુકોણે રણબીર કપૂર વિશે ઘણી વાતો કરી હતી અને તેની આ વાતોથી ઋષિ કપૂર નારાજ થયા હતા.

શૉનાં કેટલાક દિવસ પહેલા જ રણબીર અને દીપિકાનું બ્રેકઅપ થયું હતુ

આ શૉનાં કેટલાક દિવસ પહેલા જ રણબીર અને દીપિકાનું બ્રેકઅપ થયું હતુ. રૈપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે દીપિકાને પુછ્યું કે તે રણબીરને કઇ ગિફ્ટ આપવા માંગશે? દીપિકાએ આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, “હું રણબીરને એક કૉન્ડમનું પેકેટ ગિફ્ટ કરવા ઇચ્છુ છું, કારણકે તે આનો ઉપયોગ ઘણો જ વધારે કરે છે.” જ્યારે તેને પુછવામાં આવ્યું કે તે રણબીરને કઇ સલાહ આપવા ઇચ્છશે? તેના જવાબમાં દીપિકાએ કહ્યું કે, “તેણે કોઇક કૉન્ડોમ બ્રાન્ડની જાહેરાત કરવી જોઇએ.” આ એપિસૉડમાં દીપિકાએ એ પણ સ્વીકાર્યું હતુ કે, રણબીર કપૂરે તેની સાથે ચીટ કર્યું છે.

સોનમ કપૂરે પણ રણબીર વિશે ઘણા ખુલાસા કર્યા હતા

તો સોનમ કપૂરે પણ રણબીર વિશે ઘણા ખુલાસા કર્યા હતા. સોનમે કહ્યું હતું કે, “રણબીર એક સારો દોસ્ત છે, પરંતુ મને નથી ખબર કે તે એક સારો બૉયફ્રેન્ડ છે કે નહીં. હું રણબીરને લાંબા સમયથી ઓળખું છું, પરંતુ એક દોસ્તની રીતે. મારો મતલબ છે કે દીપિકા આટલા સમય સુધી તેની સાથે ઘણી સારી રીતે રહે છે.” ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર અને રણબીર કપૂરનાં અફેરની પણ ચર્ચાઓ આ પહેલા હતી.