When Dharmendra Angry on Raaj Kumar in Party
  • Home
  • Entertainment
  • Bollywood
  • જ્યારે એક પાર્ટીમાં રાજકુમાર અને ધર્મેન્દ્ર વચ્ચે થઈ હતી લડાઈ, જાણો શું હતું કારણ

જ્યારે એક પાર્ટીમાં રાજકુમાર અને ધર્મેન્દ્ર વચ્ચે થઈ હતી લડાઈ, જાણો શું હતું કારણ

 | 6:45 pm IST

અભિનેતા રાજકુમાર એક બિંદાસ એક્ટર હતા. તેમના સમય રાજકુમારથી ટીકા એટલા માટે પણ થતી હતી કારણે કે તેઓ તેમના સાથી એક્ટર્સની ઘણી મજાક ઉડાવતા હતા. ઝીનત અમાનથી લઈને ગોવિંદા સુધીના એક્ટર્સ સાથે તેમને મજાક કરી તેમની હસી ઉડાવી હતી. પરંતુ એક તેમની ટક્કર થઈ બોલિવૂડ હિ મેન ધર્મેન્દ્ર સાથે.

તમને બતાવી દઈએ કે ધર્મેન્દ્ર એક એવા એક્ટર હતા જે કર્યા કોઈ વિવાદમાં ન આવે. પરંતુ એકવાર એવું થયું કે ધર્મેન્દ્રને બઉ જ ગુસ્સો આવ્યો હતો. જોકે આ ગુસ્સા પાછળનું કાણર હતા રાજકુમાર. રાજકુમારની પર્સનાલિટી એવી હતી કે તેઓ લોકોના મિજાજને જલ્દી ઓળખી લેતા હતા. રાજકુમારને ઘણી વખત ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર વચ્ચે ગેરસમજ થતી હતી. રાજકુમાર ઘણી વખત જીતેન્દ્રને ધર્મેન્દ્ર અને ધર્મેન્દ્રને જીતેન્દ્ર કહીને બોલાવતા હતા. એક વખત પાર્ટીમાં એવું બન્યું કે રાજકુમારની આ આદતથી ધર્મેન્દ્ર ઘણા ગુસ્સે થઈ ગયા.

ધર્મેન્દ્રના ગુસ્સાને જોઈને રાજકુમારે કહ્યું કે મારી માટે ભલે રાજેન્દ્ર કુમાર હોય, જીતેન્દ્ર હોય, ધર્મેન્દ્ર હોય કે પછી કોઈ બંદર હોય શું ફરક પડે છે. જાની માટે બધા બરાબર છે. રાજકુમારની આ વાતથી ધર્મેન્દ્રને ઘણો ગુસ્સો આવ્યો હતો. કહેવામાં આવે છે કે તે સમય ઘણી મુશ્કેલથી બન્ને વચ્ચે વાત થઈ હતી. ખરેખર, રાજકુમાર મોટાભાગે સાથી કલાકારોને અલગ-અલગ નામથી બોલાવતા હતા અને તેમની આ આદતથી બધા પરેશાન પણ હતા. ધર્મેન્દ્ર અને રાજકુમારે સાથે ‘કાજલ’ અને ‘રાજતિલક’ જેવી ફિલ્મો કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન