When Prachi Desai was asked to pad up her breasts
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ મેકર્સે હીરોઈનને છાતી પર આ વસ્તુ લગાડવાની કરી માગ, અભિનેત્રીનો પિત્તો ગયો અને…

ફિલ્મ મેકર્સે હીરોઈનને છાતી પર આ વસ્તુ લગાડવાની કરી માગ, અભિનેત્રીનો પિત્તો ગયો અને…

 | 3:51 pm IST

બોલિવૂડ અભિનેત્રીઓને ઘણીવાર એવા એવા અઘરા ટાસ્ક આપવામાં આવતા હોય છે કે અભિનેત્રીને પરસેવો છુટી જતો હોય છે. એવી જ વાત છે અભિનેત્રી પ્રાચી દેસાઈની. ટીવીમાંથી બોલિવૂડમાં પગલા પાડનારી પ્રાચી દેસાઈનો હાલમાં જ 12 સપ્ટેમ્બરે જન્મ દિવસ ગયો. પ્રાચી દેસાઈએ એકતા કપૂરની સીરિયલ કસમ સેથી ટીવી કરિયરની શરૂઆત કરી હતી.

ત્યારબાદ જો બોલિવૂડની વાત કરીએ તો પ્રાચીની પહેલી ફિલ્મ રોક ઓન હતી અને એ સુપરહિટ રહી હતી. પરંતુ પછી ફિલ્મોમાં કંઈ ઉકાળી ન શકી. આમ જોઈએ તો બોલિવૂડમાં પ્રાચીને કુલ 11 વર્ષ થઈ ગયા છે. તેમજ તેની સાથે વિવાદોની માયા જાળ પણ ખુબ મોટી છે. તેણે લાઈફ પાર્ટનર, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, તેરી મેરી કહાની, બોલ બચ્ચન જેવી અનેક ફિલ્મો કરી છે.

આ ફિલ્મો પછી પ્રાચીએ કંઈક અલગ કરવાનું નક્કી કર્યું અને એક વિલેન ફિલ્મમાં તે આઈટમ સોન્ગમાં જોવા મળી હતી. આ આઈટમ સોન્ગ ઘણા વિવાદો સાથે જોડાયેલું રહ્યું. કારણ કે શૂટિંગ દરમિયાન પ્રાચીને છાતીના ભાગમાં સિલિકોન પેડનો ઉપયોગ કરવાની માગ કરવામાં આવી હતી. આ ગીતમાં પ્રાચીને નાનો ચોલી વાળો બ્લાઉઝ પહેરવાનો હતો અને પ્રાચીનાં લુક માટે અભિનેત્રીને અને તેની મેકર્સ ટીમને ઘણો પરસેવો પાડવો પડ્યો હતો.

પરંતુ મેકર્સનું સપનુ પુરૂ ન થયું. કારણ કે જ્યારે ટીમે પ્રાચીને છાતીમાં સિલિકોન પેડ લગાવા માટે કહેવામાં આવ્યું તો હીરોઈને ચોખ્ખી ના પાડી દીધી. એટલું જ નહી અને ફુલ ગુસ્સે થઈ ગઈ. એ સાથે જ તેણે શરત મૂકી કે જ્યાં સુધી મેકર્સ તેની માફી ન માગે ત્યાં સુધી તે બીજી વાર ગીતનું શૂટિંગ શરૂ નહીં કરે. ત્યાર બાદ એકતા કપૂરને બોલાવી તેણે સમજાવ્યા બાદ પ્રાચીએ ફરી શૂટિંગ શરૂ કર્યું હતું.

આ વીડિયો પણ જુઓ: અમરેલીમાં ભાવનગર- સોમનાથ નેશનલ હાઈ-વે બંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન