When Hema Malini Decided To Marry Dharmendra
  • Home
  • Entertainment
  • Bollywood
  • 2 અભિનેતાને દગો આપી હેમા માલિનીએ કર્યા હતા લગ્ન, ધર્મેન્દ્રએ બદલ્યો હતો ધર્મ

2 અભિનેતાને દગો આપી હેમા માલિનીએ કર્યા હતા લગ્ન, ધર્મેન્દ્રએ બદલ્યો હતો ધર્મ

 | 10:50 am IST

‘ડ્રીમ ગર્લ’ તરીકે જાણીતી હેમા માલિનીનો જન્મ 16 ઑક્ટોબર 1948નાં રોજ થયો હતો. હેમાની સુંદરતા પર દરેક જણ ફિદા હતુ. હેમા માલિનીને 3-3 સુપરસ્ટાર્સે પ્રપોઝ કર્યું હતુ, પરંતુ હેમા માલિનીએ ધર્મેન્દ્રને લગ્ન માટે પંસદ કર્યા.

70નાં દશકમાં સંજીવ કુમાર અને હેમા માલિની અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ. સંજીવ હેમાને પ્રેમ કરતા હતા, પરંતુ હેમાનું નામ સતત ધર્મેન્દ્ર સાથે જોડાતુ હતુ. તો હેમા માલિનીનાં ઘરવાળા આ સંબંધની સ્વીકારવા તૈયાર નહોતા.

સંજીવ કુમાર હતા હેમાનાં પ્રેમમાં

સંજીવ કુમારે પોતાના માતા-પિતાને હેમા માલિનીનાં ઘરે લગ્નનો પ્રસ્તાવ લઇને મોકલ્યા. હેમાની માતાએ એમ કહીને ના કહી દીધી કે અત્યારે તેમની દીકરીની લગ્નની ઉંમર નથી, ત્યારબાદ સંજીવ કુમારે જિતેન્દ્રને હેમાનાં ઘરે લગ્નનો પ્રસ્તાવ લઇને મોકલ્યા.

હેમાને સમજાવવા પહોંચેલા જિતેન્દ્રનું દિલ તેમની પર આવી ગયું. સંજીવને ના કહ્યા બાદ જિતેન્દ્રને લાગ્યું કે હેમા માલિની કદાચ તેમને હા કહી દેશે, તેમણે પણ હેમાને પ્રપોઝ કર્યું. તેમના પ્રસ્તાવ બાદ હવે હેમા અસમંજસમાં પડી ગઈ. આ દરમિયાન હેમા માલિની અને ધર્મેન્દ્ર એકબીજાની નજીક આવ્યા.

જિતેન્દ્ર લગ્નની વાત કરવા માતા-પિતાને લઇને પહોંચ્યા હતા

ધર્મેન્દ્ર પહેલાથી જ પરણેલા હતા. આવામાં હેમા માલિનીને સમજમાં નહોતુ આવતુ કે તેઓ શું નિર્ણય લે. ફિલ્મ ‘દુલ્હન’નાં શૂટિંગ દરમિયાન જિતેન્દ્ર અને હેમાએ સાથે ઘણો સમય વિતાવ્યો. શૂટિંગ પૂર્ણ થયા બાદ જિતેન્દ્ર પોતાના માતા-પિતાને લઇને હેમાનાં ઘરે પહોંચ્યા.

બંનેનાં ઘરવાળા વાત કરી રહ્યા હતા ત્યારે ધર્મેન્દ્રનો ફોન હેમા માલિની પર આવ્યો અને ગુસ્સામાં કહ્યું કે તેઓ નિર્ણય લેતા પહેલા તેમને મળે. હેમાને ચિંતિત જોઇને જિતેન્દ્રએ વિચાર્યું કે ક્યાંક તે નિર્ણય ના બદલી દે. આ માટે તેમણે એ જ દિવસે મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો. હેમા આ વિશે વિચારી જ રહી હતી કે જિતેન્દ્રની ગર્લફ્રેન્ડ શોભાનો ફોન આવ્યો અને પછી આ ફોન બાદ જિતેન્દ્ર અને હેમાનો સંબંધ પુરો થઈ ગયો.

ઇસ્લામ ધર્મ કબૂલ્યો હતો ધર્મેન્દ્રએ!

જિતેન્દ્રએ તેમની ગર્લફ્રેન્ડ શોભા સાથે લગ્ન કરી લીધા. હજુ હેમા અને ધર્મેન્દ્રની પ્રેમ કહાની અધુરી હતી. તો હેમાનાં પિતાને આ સંબંધ મંજૂર નહોતો. ધર્મેન્દ્રનું પહેલાથી પરણીત હોવુ તેમના લગ્ન માટે અડચણ બન્યું. હેમા સાથે લગ્ન પહેલા ધર્મેન્દ્રને 4 બાળકો હતા.

પ્રકાશ કૌર ધર્મેન્દ્રને તલાક આપવા તૈયાર નહોતા. આખરે હેમા અને ધર્મેન્દ્રએ એ નિર્ણય લીધો જે તેઓ નહોતા ઇચ્છતા. બંનેએ ઇસ્લામ ધર્મ કબૂલ કરવાનો નિર્ણય કર્યો અને બંનેએ નિકાહ કરી લીધા. જો કે ધર્મેન્દ્રએ આ વાતની ના કહી હતી