જ્યારે દુનિયામાં બાળકો ઓછા અને બુઝુર્ગ વધારે હશે - Sandesh
  • Home
  • Columnist
  • જ્યારે દુનિયામાં બાળકો ઓછા અને બુઝુર્ગ વધારે હશે

જ્યારે દુનિયામાં બાળકો ઓછા અને બુઝુર્ગ વધારે હશે

 | 2:48 am IST

ઓવર વ્યૂ

વધી રહેલી વસતી સમસ્યા છે અથવા તેને માનવ પૂંજી અથવા સંસાધન તરીકે જોવામાં આવે, આ ચર્ચાનો કદી પણ જવાબ નહીં મળે. આ ચર્ચા ખાસ કરીને એટલા માટે ઊઠી છે વસતી સંબંધિત જે ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે તેનો કોઈ તર્કસંગત ઉકેલ હાલમાં તજજ્ઞાોને જણાતો નથી. કેટલાક સમય પહેલા સંયુક્ત રાષ્ટ્રના જનસાંખ્યકી વિશેષજ્ઞાોએ સામાજિક પરિપ્રેક્ષ્યમાં એક ચેતવણી વૃદ્ધ થઈ રહેલી વસતી અંગે આપી હતી. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં તુલનાત્મક આંકડા આપીને જણાવાયુ કે વૃદ્ધ લોકોની વસતી ૬૮ કરોડ છે. એવું કહી શકાય કે દુનિયા એક એવા ત્રિભેટે આપીને ઊભી છે જ્યાં પૌત્ર-પૌત્રીઓને મુકાબલે દાદા દાદી અથવા નાના-નાનીની સંખ્યા વધારે થઈ છે. સંયુક્ત રાષ્ટ્રનું એવું પણ આકલન છે કે જો ફેરફારનો હાલનો દર ચાલુ રહ્યો તો વર્ષ ૨૦૫૦ માં શૂન્યથી ચાર વર્ષના દરેક બાળક પર બે વૃદ્ધ હશે એટલે વૃદ્ધોની સંખ્યા બાળકોને મુકાબલે બમણી હશે.

આ ફેરફારના મુખ્ય બે કારણ છે. પહેલી વાત તો એ છે કે વધી રહેલી આરોગ્ય સુવિધાઓને કારણે જીવનની સંભાવના વધી છે જેનાથી વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઘણા વિકસિત દેશોમાં સેવાનિવૃત્તિ બાદ વૃદ્ધોની દેખભાળના વિશેષ સામાજિક સુરક્ષા પ્રબંધ કરાયો છે જેનાથી તેમને જીવનનિર્વાહ માટે કોઈની પર નિર્ભર રહેવું પડતું નથી. આ રીતે આરોગ્ય અને આર્થિક સમસ્યાઓથી ચિંતામુક્ત જીવનને કારણે વૃદ્ધો લાંબંુ જીવન જીવવા લાગ્યા છે. પરંતુ તેની સમાંતરે બીજી ઉલ્લેખનીય વાત એવી છે કે કામકાજ અને નોકરીઓના વધી રહેલા દબાણ અને તણાવને કારણે યુવાનો ઓછા બાળકો પેદા કરી રહ્યાં છે. ચીનને બાદ કરતા મોટાભાગના દેશો એક બાળક રાખવાની પ્રથા વેગ પકડી રહી છે તેને કારણે બાળકોનો ઉછેરમાં લાગનાર સમય અને ખર્ચની સમસ્યા પણ છે. જેને કારણે યુવાન દંપતીઓ હવે વધારે બાળકો પેદા કરી રહ્યાં નથી. તેનાથી વૃદ્ધો અને બાળકોના રેશિયોમાં અસંતુલન આવી રહ્યું છે પરંતુ આ અસંતુલન એક મોટા ખતરાનો સંકેત પણ છે. ખતરો ઊંધા પિરામિડ જેવી સામાજિક સંરચનાવાળા દેશોની ભરમાર થઈ જવાનો છે. વોશિંગ્ટન યુનિવર્સિટીમાં જનસાંખ્યક કેસના તજજ્ઞા ક્રિસ્ટોફર મરેએ એક શોધમાં જણાવ્યું કે જ્યારે દુનિયામાં બાળકો ઓછા અને વૃદ્ધો વધારે હશે. ખાસ વાત એ છે કે દુનિયામાં લગભગ અડધા દેશોમાં બાળકો ઓછા અને વૃદ્ધો વધારે હશે. દુનિયાના લગભગ અડધા દેશોમાં હજુ વસતીના હાલના આકારને યથાવત જાળવવા પૂરતાં બાળકો નથી.

ખાસ વાત એ છે કે દુનિયાના લગભગ અડધા દેશોમાં હજુ પણ વસતીનો આકાર કાયમ રાખવા માટે પૂરતાં બાળકો નથી. વિશ્વ બેન્કે પણ આ હકીકતનો સ્વીકાર કર્યો છે. વિશ્વ બેન્કના જણાવ્યાનુસાર ૧૯૬૦માં દુનિયામાં મહિલાઓનો પ્રજનન દર પાંચ બાળકોનો હતો જે છ દાયકા બાદ અડધો રહી ગયો હતો. ૧૯૬૦ના દાયકામાં જ્યાં લોકો બાવન વર્ષ જીવતા હતા ત્યારે હાલમાં ૭૨ વર્ષનો થયો છે. ૨૦૧૮માં જાપાનની કુલ વસતીમાં ૬૫ કરતાં વધારે વૃદ્ધો હતા. જે દેશોમાં સામાજિક સુરક્ષાની ઉદારવાદી નીતિઓ હેઠળ સારી આરોગ્ય સુવિધાઓ અને પેન્શન જેવી સુવિધાઓ છે ત્યાં વૃદ્ધોની વધારે સંખ્યા વસતીના ખરાબ અનુપાતની ઉપરાંત ઘણા આર્થિક અને દેશના વિકાસને પ્રભાવિત કરનાર સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. હકીકતમાં સમાજમાં વૃદ્ધોની વસતી વધવાનો અર્થ છે કામકાજી લોકોની સંખ્યામાં ઘટાડો જેને કારણે દેશની ઉત્પાદકતા ઓછી થઈ શકે છે અને વિકાસ પ્રભાવિત થઈ શકે છે. જાપાનનું ઉદાહરણ આપતા આઈએમએફે એવી ચેતવણી આપી કે વૃદ્ધોની વધારે વસતીથી આગામી ચાર દાયકામાં જાપાનની અર્થવ્યવસ્થા પચ્ચીસ ટકા સીમિત થશે. વૃદ્ધોનો ઉપભોગ પણ ઓછો થઈ રહ્યો છે તેઓ વધારે ખરીદદારી કરતા નથી તેથી તેઓ દેશના આર્થિક વિકાસમાં ઓછું યોગદાન આપી શકે છે. વિશ્વમાં બાળકો ઓછા અને વૃદ્ધો વધારે હશે. ખાસ વાત એ છે કે દુનિયામાં લગભગ અડધા દેશોમાં બાળકો ઓછા અને વૃદ્ધો વધારે હશે. ખાસ વાત એ છે કે દુનિયાની લગભગ અડધા દેશોમાં હજુ પણ વસતીના હાલના આકારને યથાવત જાળવવા પૂરતાં બાળકો નથી.

સમસ્યાઓનો એક છેડો ખુદ વૃદ્ધો સાથે જોડાયેલો છે જે ઘણો ચિંતાજનક છે. હકીકતમાં કોઈ પણ સમાજમાં વૃદ્ધોનું એકલાપણું અને અસુરક્ષા જેવા મુદ્દે ઘણી સમસ્યા છે. ઘણા દેશોમાં થયેલા અધ્યયન જણાવે છે કે ઝડપથી બદલી રહેલા સામાજિક અને આર્થિક પરિદૃશ્યમાં વૃદ્ધો સામાજિક અને ભાવનાત્મક રીતે એકલા પડી રહ્યાં છે. આ અંગે વર્ષ ૨૦૧૭ માં એક સ્ટડી થયો હતો જેમાં દિલ્હી અને એનસીઆર વિસ્તારનું ઉદાહરણ આપતા જણાવાયું કે આ વિસ્તારમાં રહેનાર સાઈઠ વર્ષના વૃદ્ધો ૮૩ ટકા એકલાપણાનો શિકાર છે. સ્ટડીમાં સામેલ વૃદ્ધોએ સ્વીકાર્યું કે તેઓ સામાજિક રીતે એકલવાયું જીવન ગુજારી રહ્યાં છે.

જણાવાયું કે વર્ષ ૨૦૧૭માં ફક્ત દિલ્હીમાં બાર લાખ કરતાં પધારે વૃદ્ધો હતો જે નાના પરિવારો વધવાના ચલણ અને ઝડપથી બદલાઈ રહેલી પરંપરાગત સામાજિક મૂલ્ય પ્રણાલીને કારણે ઘણી ઉપેક્ષા મહેસૂસ કરી રહ્યા છે. બદલાતી જતી સામાજિક વ્યવસ્થાને કારણે અને ઘરોસીમિત બનતા પરિવારોમાં વૃદ્ધોની ભૂમિકા ઓછી થઈ રહી છે. પહેલા વૃદ્ધો પરિવાર એક મહત્ત્વનું અંગ ગણાતા હતા નવી પેઢી તેમની પાસેથી સામાજિક મૂલ્યોનો પાઠ ભણતી હતી પરંતુ હવે બાળકો મોબાઇલ અથવા ટીવીમાં રોકાયેલા રહે છે તેમની પાસે વૃદ્ધો સાથે વાત કરવાનો સમય નથી. મોટા શહેરોમાં પરિવાર ચલાવવા માટે પતિ-પત્નીએ કામ કરવું પડતું હોય છે ત્યારે તો વૃદ્ધો સાથે વાત કરતા અઠવાડિયાઓ વીતી જાય છે. ભારતમાં આજે સૌથી મોટી સમસ્યા વૃદ્ધોની સામાજિક આર્થિક સુરક્ષાની છે. સરકાર સેવાનિવૃત્તિ પછી પેન્શન જેવા વિકલ્પ ખતમ કરી રહી છે. આરોગ્ય સંબંધી સુવિધાઓનો સવાલ છે, આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ એક ખાસ ગરીબ વર્ગ સુધી સીમિત છે. તેથી ભારત જેવા દેશોમાં વૃદ્ધોની વધી રહેલી વસતી અને તેમની સમસ્યાઓ સરકાર માટે કોઈ પડકારથી ઓછી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન