ક્યારે થઈ ઈલેક્ટ્રિક પંખાની શોધ?  - Sandesh
  • Home
  • Kids Corner
  • ક્યારે થઈ ઈલેક્ટ્રિક પંખાની શોધ? 

ક્યારે થઈ ઈલેક્ટ્રિક પંખાની શોધ? 

 | 2:10 am IST

ગરમીઓમાં ઠંડી ઠંડી હવા આપનાર ઈલેક્ટ્રિક પંખા વીજળીથી ચાલતું સાધન છે. વીજળીથી ચાલતા આ પંખાની શોધ ૧૮૮૨માં થઈ હતી. તે પહેલાં લોકો હાથથી ચાલતા પંખાનો જ ઉપયોગ કરતા હતા. તેની શોધ શૂલર એસ વ્હીલરે કરી હતી. તે એક અમેરિકન એન્જિનિયર અને વૈજ્ઞાનિક હતા. શરૂઆતમાં શૂલર.એસ. વ્હીલરે જે પંખો બનાવ્યો હતો તેમાં માત્ર બે જ પાંખિયાં હતાં અને તે એક ઈલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલો હતો. શૂલરે કરેલા સંશોધનનાં થોડાં વર્ષો પછી ફિલિપ ડૈહલે સિલિંગ ફેનની શોધ કરી. તેમણે પંખાની બ્લેડને મોટર પર લગાવી દીધી અને સિલિંગ ફેન બનાવ્યો. શૂલરે ઈલેક્ટ્રિક પંખા ઉપરાંત ઈલેક્ટ્રિક એલિવેટરની પણ શોધ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન