when jaya bachchan wanted to slap shahrukh khan
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખે સલમાનને લઈ એશ્વર્યા પર એવી કોમેન્ટ કરી કે જયા બચ્ચને કહ્યું- એક લાફો ઝીંકી દઈશ

શાહરૂખે સલમાનને લઈ એશ્વર્યા પર એવી કોમેન્ટ કરી કે જયા બચ્ચને કહ્યું- એક લાફો ઝીંકી દઈશ

 | 3:15 pm IST

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ છે. કેટલીય હિટ ફિલ્મો આપનાર શાહરૂખનું કદ પણ બોલિવૂડમાં મોટું છે. પરંતુ એક વખત એની સાથે એવું થયું કે સૌ કોઈ જોઈને હેરાન રહી ગયા. દિગ્ગજ અભિનેત્રી અને બીગ બીના પત્ની જયા બચ્ચને એક બયાનમાં કહ્યું હતું કે તે શાહરૂખને એક લાફો ઝીંકવા માગતી હતી.

શાહરૂખ ખાને બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે. એક સમયે સલમાન એશ્વર્યાનો દિવાનો હતો. જ્યારે તે શાહરૂખ સાથે કામ કરી રહી હતી તો સલમાનને આ પસંદ ન પડ્યું. પછી સલમાને સેટ પર જઈને શાહરૂખને ઘણી ખરી ખોટી સંભળાવી. માટે એશ્વર્યાને આ ફિલ્મ છોડવી પડી. આ બધું જોઈને શાહરૂખે એશ્વર્યાને જેમ તેમ કહ્યું અને ખોટી વાતો સંભળાવી દીધી.

ત્યારે એશ્વર્યાના લગ્ન અભિષેક સાથે થઈ ચૂક્યા હતા. શાહરૂખનું આ બયાન સાંભળીને એશ્વર્યાની સાસુ જયા બચ્ચન નારાજ થઈ ગઈ. અને કહ્યું કે શાહરૂખને એક થપ્પડ મારી દઈશ. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન અને જયા બચ્ચન પણ કભી ખુશી કભી ગમ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. એ પણ માતા-દીકરાનો. ત્યારબાદ એક ઈન્ટરવ્યૂમાં જયા બચ્ચને શાહરૂખ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

જયા બચ્ચને કહ્યું હતું કે, હા હું એવું કરતી, જો કે મને હજુ એની સાથે વાત કરવાનો મોકો નથી મળ્યો. આ વિવાદ વિશે હું એની સાથે જલ્દી જ વાત કરવાની છું. હું એને એ જ રીતે થપ્પડ મારવાની હતી કે જે રીતે હું મારા દીકરાને મારૂ છું. ત્યારબાદ હેપ્પી ન્યૂ યર ફિલ્મ બાદ પણ જયાએ શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું હતું. જયા બચ્ચને કહ્યું હતું કે, આ ખુબ જ બકવાસ ફિલ્મ છે. જો આ ફિલ્મમાં અભિષેક ના હોય તો હું ક્યારેય આ ફિલ્મ જોવા ન જાઉં.

આ વીડિયો પણ જુઓ: વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે નહિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન