જ્યારે જાહ્નવી કપૂરે આપ્યો હતો શાહરુખ ખાનને એવોર્ડ, જુઓ વાયરલ Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • જ્યારે જાહ્નવી કપૂરે આપ્યો હતો શાહરુખ ખાનને એવોર્ડ, જુઓ વાયરલ Video

જ્યારે જાહ્નવી કપૂરે આપ્યો હતો શાહરુખ ખાનને એવોર્ડ, જુઓ વાયરલ Video

 | 11:09 am IST

જાહ્નવી કપૂરની ફિલ્મ ઘડકનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મને ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. બોલીવુડ જગતે પણ શ્રીદેવીની દીકરી જાહ્નવીનું સ્વાગત કર્યું છે. ધડકના ટ્રેલરની ચર્ચા વચ્ચે એક જુનો વિડીયો વાયરલ થયો છે.

આ વિડીયોમાં જાહ્નવી પાપા બોની કપૂર અને પ્રીતિ ઝીન્ટા સાથે એવોર્ડ શોમાં જોવા મળે છે. વિડીયોમાં જાહ્નવી કપૂર શાહરુખ ખાનને એવોર્ડ આપતી નજર આવે છે. આ વિડીયો ખુબ જુનો છે કારણકે વિડીયોમાં જાહ્નવીની ઉમર 8થી 10 વર્ષની છે.

બોની કપૂરે જાહ્નવીને ખોળામાં લઈને પ્રીતિ ઝીન્ટા સાથે શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટર એવોર્ડ માટે બોલાવે છે. સ્ટેજ પર પહોંચીને શાહરુખ સૌથી પહેલા જાહ્નવીને મળે છે આ વિડીયોને જાહ્નવી ખુશી ફેન ક્લબ તરફથી શેર કરવામાં આવ્યો છે.