When Kohli Was Not Out Against Pakistan In CWC19's Match
  • Home
  • Sports
  • Cricket
  • તો આ કારણે આમિરની ઑવરમાં આઉટ થયા વગર જ પેવેલિયન જતો રહ્યો વિરાટ કોહલી

તો આ કારણે આમિરની ઑવરમાં આઉટ થયા વગર જ પેવેલિયન જતો રહ્યો વિરાટ કોહલી

 | 9:15 pm IST

ક્રિકેટમાં જ્યારથી DRS લાગુ થયો છે, ત્યારથી જોવા મળ્યું છે કે બેટ્સમેન આઉટ થયા બાદ અમ્પાયરનાં નિર્ણયને પડકારે છે, પરંતુ એવું ભાગ્યે જોવા મળે છે કે કોઈ બેટ્સમેન આઉટ ના હોય અને ખુદ આઉટ માનીને પેવેલિયન જતો રહ્યો હોય. આઈસીસી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં આવુ જોવા મળ્યું છે. વિરાટ કોહલી આ મેચમાં શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ તે 48મી ઑવરમનાં એક બૉલ પર અપીલ થતા જ તે પેવેલિયન તરફ જતો રહ્યો હતો.

આમિરનાં બૉલને હૂક કરવાનો પ્રયત્ન કર્યો કોહલીએ

ભારતે પાકિસ્તાન સામે 47 ઑવરમાં 311 રન બનાવ્યા હતા, ત્યારે 48મી ઑવરમાં મોહમ્મદ આમિર બૉલિંગ આવ્યો. તેણે ચોથો બૉલ બાઉન્સર ફેંક્યો. આ બૉલ વિરાટ કોહલીનાં માથાની ઉપરથી નીકળી ગઈ હતી. વિરાટે આ બૉલને હૂક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બેટ પર બૉલ આવ્યો નહીં. મોહમ્મદ આમિરે આઉટની અપીલ કરી. વિરાટે અમ્પાયરની સામે જોયું. અમ્પાયરે લગભગ આઉટની અપીલ સાથે સંમતિ દર્શાવી અને ત્યારબાદ વિરાટ કોહલી પેવેલિયન જતો રહ્યો હતો.

અલ્ટ્રાએજમાં ક્યાંય પણ એવું ના જોવા મળ્યું કે બૉલ બેટને અડ્યો હોય

વિરાટ પેવેલિયન જતા જ રીપ્લેમાં સ્પષ્ટ થઈ ગયું કે તે આઉટ નહોતો. અલ્ટ્રાએજમાં ક્યાંય પણ એવું ના જોવા મળ્યું કે બૉલ બેટને અડ્યો હોય, પરંતુ વિરાટ કોહલીને કદાચ આ વાતનો અહેસાસ નહોતો થયો. જો કે ત્યારબાદ પેવેલિયનમાં બેઠેલો વિરાટ પોતાની ઉતાવળ પર નિરાશ જોવા મળ્યો. ઘણીવાર બેટ હવામાં ઝડપથી ફેરવવામાં આવે છે ત્યારે કેટલીકવાર અવાજ આવે છે. વિરાટ કોહલી સાથે પણ કદાચ આવું જ થયું. તે પેવેલિયનમાં જઇને બેટને હલાવીને એ સાંભળવાનો પ્રયત્ન કરતો જોવા મળ્યો કે અવાજ ક્યાંથી આવી. જો કે સત્ય એ છે કે કોહલી આઉટ થયા વગર જ પેવેલિયન જતો રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન