VIDEO: આ વડીલને પૂછજો કે લંગૂર પાસે જવાય? સાત વખત જવાબ મળશે કે-ના જવાય, ના જવાય….
જંગલી જાનવરોની પણ એક પ્રાઈવર્સી હોય છે અને તેની પોતાની એક અલગ દુનિયા હોય છે. એમાં આપણે માણસોએ છંછેડ ન કરવી જોઈએ. કારણ કે નહીંતર ડખો ઉભો થઈ જાય. પણ અમુક લોકો એવા હોય છે કે જેને એકલા એકલા મજા ન આવે અને આવા પ્રાણીઓને હેરાન કરતાં રહે છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે અને એમાં એક શખ્સ લંગૂરની મજાક કરવા માટે ગયો હતો પણ તેને આ કારનામું મોંઘુ પડી ગયું છે. હવે તેનો આ વીડિયો સામે આવ્યો છે અને જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો આમ તો ફન્ની વીડિયો કહી શકાય પણ એક રીતે દર્દનાક પણ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વડીલ પાસે લંગૂર આવીને બેસે છે. અને પછી અચાનક તે ભાગી જાય છે. પણ એ એમનેમ નથી ભાગતો. વડીલના વાળ ખેંચતો જાય છે અને વાળ ઉખેડી નાંખે છે. હવે લોકો વીડિયો શેર કરી રહ્યાં છે અને કહી રહ્યા છે કે કોઈએ જાનવરની મજાક કરવી નહીં. તો જુઓ અહીં આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન