When Pakistan PM got a call at 3 am about Airstrike
  • Home
  • Featured
  • ભારતની એર સ્ટ્રાઈકથી ફફડી ઉઠ્યું પાક., ઈમરાન ખાનને રાત્રે 3 વાગ્યો ફોન કરી કહ્યું કે…

ભારતની એર સ્ટ્રાઈકથી ફફડી ઉઠ્યું પાક., ઈમરાન ખાનને રાત્રે 3 વાગ્યો ફોન કરી કહ્યું કે…

 | 1:22 pm IST

ગત 26 જાન્યુઆરીએ જ્યારે ભારતે બાલાકોટમાં અડધી રાત્રે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ઉંઘ ઉડી ગઈ હતી. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરી હતી જેના વિષે વડાપ્રધાન ઈમરાન ખાનને રાત્રે 3 વાગ્યે જાણ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં વિદેશી પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાત્રે 3 વાગ્યે તેમને એક ફોન આવ્યો હતો. એક ટોચના અધિકારીએ તેમને ફોન પર કહ્યું હતું કે, ભારતીય યુદ્ધ વિમાનોએ બોર્ડર પાર કરીને પાકિસ્તાનની ધરતી પર એર સ્ટ્રાઈક કરી દીધી છે.

ખાને જણાવ્યું હતું કે, બાલાકોટમાં ભારતે બોમ્બ ફેંક્યાની જાણકારી મળ્યા બાદ પાકિસ્તાને પણ તેનો યોગ્ય જવાબ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ભારતીય સરહદ નજીક એક નિર્જન વિસ્તારમાં બોમ્બ ફેંકવામાં આવ્યા. ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતે અમારા ઝાડ પાડ્યા તો અને નક્કી કર્યું કે અમે તેમના પથ્થર પર હુમલા કરીશું.

વિદેશી પત્રકારો સાથેની વાતચીતમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભારતને ટોણો મારવાનું પણ ભૂલ્યા નહોતા. તેમણે કહ્યું હતું કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના દેશની જનતાને લોભાવવા માટે એર સ્ટ્રાઈક કરવાનો માર્ગ અપનાવ્યો. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે, મોદી સરકાર કાશ્મીર વિવાદ ઉકેલવા માટે સૌથી સારો વિકલ્પ સાબિત થઈ શકે છે કારણ કે તેમણે દક્ષિણપંથી હિન્દુઓનું સમર્થન પણ મળી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમારી પાસે શાંતિ સ્થાપવાની વધારે તકો ઉભી થશે, બસ આ વખતની ચૂંટણી જીતી જાય.

ઈમરાન ખાતે ભારતના હિન્દુ રાષ્ટ્રવાદ તરફ આગળ વધવાના પગલા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમો વિરૂદ્ધ ગુનાઓ વધી રહ્યાં છે. ભારત ખુબ જ ઉદાર સમાજ હતો. પરંતુ આજે ભારતમાં જે કંઈ થઈ રહ્યું છે, તેની તો મેં કલ્પના પણ નહોતી કરી. મુસ્લિમવાદ પર હુમલા કરવામાં આવી રહ્યાં છે.

મોટા ભાગના વિશ્લેષક પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સૈન્યના હાથની કટપુતળી ગણાવે છે. આ મામલે ઈમરાન ખાને કહ્યું હતું કે, તેઓ મળીને કામ કરે છે. ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતીય પાયલટ અભિનંદનને સોંપીને તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવને ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો.

હાલ પાકિસ્તાન સામે તમામ પ્રકારના આર્થિક પડકારો છે. બેરોજગારી, ટેક્ષ કલેક્શન, ભ્રષ્ટાચાર અને નિકાસ જેવી સમસ્તાઓ વચ્ચે પાકિસ્તાન પર ફાઈનાંસિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) પ્રતિબંધ પણ લગાવવા જઈ રહી છે. જો આમ થાય તો પાકિસ્તાનને બેલઆઉટ અને લોન લેવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન