When PM Narendra Modi watching Paa Film with Amitabh Bachchan
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડ મહાનાયકનાં કહેવા પર PM મોદીએ થિયેટરમાં જોઈ ફિલ્મ, ધન્ય થઈ ગયા ‘બીગ બી’!!

બોલિવૂડ મહાનાયકનાં કહેવા પર PM મોદીએ થિયેટરમાં જોઈ ફિલ્મ, ધન્ય થઈ ગયા ‘બીગ બી’!!

 | 10:42 am IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજનિતી જીનવ વિશે આપણે બધાને કદાચ ખ્યાલ હશે. પરંતુ તેની ફિલ્મી લાઈફ વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. મોદીએ પણ ફિલ્મો જોઈ છે અને ગીતો સાંભળ્યા છે. આ બધા ખુલાસાઓ મોદીએ અક્ષય કુમાર સાથેના ઈન્ટરવ્યૂમાં કર્યા હતા કે જ્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા.

પોલિટિક્સની વાતોને જો સાઈડમાં મુકીએ તો પીએમ મોદી પોતાનાં આ ભારે વ્યસ્ત સેડ્યુલમાંથી પણ સમય કાઢીને તે ફિલ્મો જુએ છે. જ્યારે અક્ષય કુમારે કહ્યું કે શું તમે ફિલ્મો જોઈ છે? તો મોદીએ જબાવ આપ્યો કે મને ફિલ્મો જોવાનો આમ તો સમય નથી મળતો. પરંતુ જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે અમિતાભે મને કહ્યું હતું અને વિનંતી કરી હતી કે તમે મારી ફિલ્મ પા જોજો. ત્યારે મે જોઈ હતી.

પીએમ મોદી આગળ વાત કરે છે કે અનુપમ ખેરની એક આતંકવાદ પર ફિલ્મ હતી. એનું નામ હતું એ વેડનસડે. આ ફિલ્મ પણ હું એની સાથે જોવા ગયો હતો. પરંતુ હાલમાં મને સમય નથી મળી શકતો.

ત્યારબાદ જ્યારે અક્ષય કુમારે પુછ્યું કે શું તમે હિન્દી ફિલ્મોના ગીત સાંભળો છો. ત્યારે મોદીએ તેના ફેવરિટ ગીતો વિશે પણ માહિતી આપી હતી અને કહ્યું કે, હું વધારે ગીત નથી ગાતો, પરંતુ મારુ ગમતુ ગીત જ્યોતિ કલશ છલકે છે. આ ગીત 1961માં આવેલી ફિલ્મ ભાભી જી કી ચૂડિયાનું ગીત છે. ત્યારબાદ મોદીએ કહ્યું કે પવન વેગ સે ઉડને વાલે ઘોડે..ગીત પણ વધારે ગમે છે. આ ગીતને પણ 1961માં લતા મંગેશકરે જ ગાયું હતું.

ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. આજના દિવસે પીએમ મોદી નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમ ખાતે નર્મદાના નીરના વધામણાં કર્યા. જ્યાં પાણી પહેલીવાર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. પીએમ મોદીના સ્વાગત માટે ડેમને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે.

આ વીડિયો પણ જુઓ: મોદીના જન્મદિવસને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સાથે વાતચીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન