when salman khan got to learn the importance of money
  • Home
  • Entertainment
  • Bollywood
  • …….અને સલમાન ખાને પિતાની આખી સેલેરીને દિવાસળી મૂકી દીધી, છતાં થયું કંઈક અજીબ

…….અને સલમાન ખાને પિતાની આખી સેલેરીને દિવાસળી મૂકી દીધી, છતાં થયું કંઈક અજીબ

 | 5:07 pm IST

આખો દેશ જ્યારે લોકડાઉન છે ત્યારે બોલિવૂડની બધી સેલેબ્રિટી પણ ઘરમાં સમય પસાર કરી રહી છે. અલગ અલગ રીતે તે લોકો ફેન્સ સાથે જોડાયેલા છે. ત્યારે સલમાન ખાનનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. એ સાથે જ એક જૂની વાત પણ ચર્ચામાં આવી છે કે, સલમાને કાગળની સાથે પિતા સલીમ ખાનની આખી સેલેરી સળગાવી દીધી.

 

View this post on Instagram

 

@cmomaharashtra_ @My_bmc @adityathackeray @rahulnarainkanal

A post shared by Salman Khan (@beingsalmankhan) on

ઉલ્લેખનીય છે કે, હાલમાં ઈન્ડસ્ટ્રીમાં સલમાનને મોટો સુપરસ્ટાર માનવામાં આવે છે. પરંતુ એક એવો સમય પણ હતો કે, જ્યારે તેમની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી. પોતાના પિતા દ્વારા મળેલી એક શીખ બાદ સલમાન રૂપિયાની કિંમત સમજવો લાગ્યો હતો એવું પણ માનવામાં આવે છે. જ્યારે સલમાને કાગળની સાથે પિતા સલીમ ખાનની આખી સેલેરી સળગાવી દીધી. ત્યારે સલીમ ખાને ગુસ્સે થવાના બદલે સલમાનને સમજાવ્યો હતો. સાથે સાથે રૂપિયાની કિંમત વિશે પણ સમજાવ્યું.

બન્યું એવું કે, એક વાર દિવાળીની રાતે સલમાન પોતાના ભાઈઓ સાથે મજા કરી રહ્યો હતો. ફટાકડા તો હતાં નહીં એટલે કાગળો સળગાવીને દિવાળી ઉજવી રહ્યો હતો. કાગળ જેવાં ખતમ થઈ ગયા તો પિતાના સ્ટડી ટેબલ પર ગયો અને ત્યાંથી પૈસાનું બંડલ ઉઠાવી લાવ્યો. સાથે મળીને સળગાવી દીધું. પછી ખબર પડી કે, આ તો સલીમ ખાનની સેલેરી હતી. ઉલ્લેખનીય છે કે, સેલેરીમાં 750 રૂપિયા હતા.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં લાકડાના ગોડાઉનમાં આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન