When Sangeeta Bijlani Changed Her Religion For Marrying Mohammad Azharuddin
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ અભિનેત્રીએ ક્રિકેટર સાથે લગ્ન કરવા બદલ્યો હતો ધર્મ, સલમાન સાથે થવાનાં હતા લગ્ન

આ અભિનેત્રીએ ક્રિકેટર સાથે લગ્ન કરવા બદલ્યો હતો ધર્મ, સલમાન સાથે થવાનાં હતા લગ્ન

 | 4:31 pm IST

બોલીવુડ સેલિબ્રિટી અને ક્રિકેટર વચ્ચેનાં અફેરનાં સમાચારો હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક આ લવ સ્ટોરી અંજામ સુધી પહોંચવામાં સફળ રહે છે, તો ક્યારેક અધૂરી રહી જાય છે. ક્રિકેટ અને બોલીવુડનાં આવા જ સેલિબ્રિટી છે મોહમ્મદ અઝહરૂદ્દીન અને સંગીતા બિજલાની. 8 ફેબ્રુઆરીનાં અઝહરૂદ્દીન પોતાનો બર્થડે સેલિબ્રેટ કરે છે. બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ ઇન્ડિયા સંગીતા બિજલાની બાળપણથી જ ગ્લેમરની દુનિયાથી જોડાવા ઇચ્છતી હતી. 16 વર્ષની ઉંમરથી મૉડલિંગ શરૂ કરનારી સંગીતા જલ્દી મૉડલિંગની દુનિયામાં મોટું નામ થઇ ગઇ હતી. તેના ગ્લેમરને જોતા સંગીતાને ‘બિજલી’ નામથી બોલાવવામાં આવતી હતી. અઝહરૂદ્દીનથી પહેલા તેનું નામ સલમાન ખાન સાથે જોડાયુ હતુ.

સંગીતા અને સલમાન વર્ષ 1986માં એકબીજાની નજીક આવ્યા હતા 

સંગીતા અને સલમાનનાં લગ્નનાં કાર્ડ છપાઇ ગયા હતા

સંગીતા બિજલાની અને સલમાન ખાન બંને વર્ષ 1986માં એકબીજાની નજીક આવ્યા હતા અને લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતુ. ચર્ચા તો એવી હતી કે સંગીતા અને સલમાનનાં લગ્નની તારીખ પણ આવી ગઇ હતી. એટલું જ નહીં કાર્ડ પણ છપાઇ ગયા હતા. આ દરમિયાન આખી ઇવેન્ટ પર પાણી ફેરવાઇ ગયું. કરણ જોહરનાં શૉ ‘કૉફી વિથ કરણ’માં સલમાન ખાને કબુલ્યું હતુ કે સંગીતા બિજલાની સાથેનાં લગ્નનાં કાર્ડ છપાઇ ગયા હતા.

સંગીતાએ મોહમ્મદ અઝહરૂદ્દીન સાથે 1996માં લગ્ન કર્યા હતા

એક તરફ સલમાન ખાન સંગીતા બિજલાનીને ડેટ કરી રહ્યો હતો ત્યાં બીજી તરફ તેના જીવનમાં સોમી અલી નામની અભિનેત્રી આવી. સંગીતાનં જ્યારે આ વિશે ખબર પડી ત્યારે તેણે લગ્ન ના કરવાનો નિર્ણય કર્યો. સલમાન સાથે સંબંધ તોડ્યા બાદ સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીન સાથે 1996માં લગ્ન કર્યા હતા. અઝહરૂદ્દીનનાં તે વખતે લગ્ન થયેલા હતા અને તેને 2 દીકરા પણ હતા.

સંગીતા માટે અઝહરે પોતાની પત્ની નૌરીનને તલાક આપી દીધા હતા. તો સંગીતાએ ઇસ્લામ ધર્મ અપનાવીને લગ્ન કરી લીધા હતા. તેણે પોતાનું નામ આયશા રાખ્યું હતુ. જો કે બંનેનો સંબંધ લાંબો ચાલ્યો નહીં અને 2010માં બંનેનાં તલાક થયા. સલમાન ખાન સાથે સંગીતાની આજે પણ સારી દોસ્તી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન