When Sanjay Khan Signed 100 Films In Just One Month
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ એક્ટરે એક જ મહિનામાં સાઇન કરી હતી સો ફિલ્મો, ઝીનત અમાનને જાહેરમાં માર્યો હતો માર

આ એક્ટરે એક જ મહિનામાં સાઇન કરી હતી સો ફિલ્મો, ઝીનત અમાનને જાહેરમાં માર્યો હતો માર

 | 2:28 pm IST

જ્યારે 1964માં ‘દોસ્તી’માં નવો નવો ચૉકલેટી ચહેરો ભારતીય સિલ્વર સ્ક્રીન પર ચમક્યો ત્યારે તેણે સૌને પોતાના દીવાના બનાવી દીધા હતા. દરેક જણ નાનકડા રૉલમાં જોવા મળેલા સૂટેડ-બૂટેડ ‘અશોક’ને વારંવાર જોવા ઇચ્છતા હતા. સંજય ખાને પણ આ વખતે પણ નહીં વિચાર્યું હોય કે તેમને આટલો બધો પ્રેમ મળશે. નિર્માતા, નિર્દેશક, અભિનેતા અને લેખક સંજય ખાન આજે પોતાનો 78મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

‘દોસ્તી’નાં નાનકડા રૉલ ‘અશોક’થી ડેબ્યૂ કર્યું 

સંજય ખાને જ્યારે બોલીવુડમાં ‘દોસ્તી’નાં નાનકડા રૉલ ‘અશોક’થી ડેબ્યૂ કર્યું તો રીલીઝનાં એક મહિનાની સુધી તેમણે ફિલ્મો જ સાઇન કરી. કેટલાક વર્ષો પહેલા સિમ્મી ગ્રાવલનાં ચેટ શૉમાં સંજય ખાને પોતાની પત્ની ઝરીન સાથે એક ઇન્ટરવ્યૂમાં એક આ વાતનો ખુલાસો કર્યો હતો. પોતાની બોલીવુડ સફર પર વાત કરતા સંજય ખાને કહ્યું હતુ, “મને નહોતી ખબર કે લોકો મને આ રીતે પ્રેમ કરશે. આવનારા 30 દિવસમાં મને 100 ફિલ્મો સાઇન કરવાનું સૌભાગ્ય મળ્યું. હું દરરોજ ક્યારેક 2 ફિલ્મો તો ક્યારેક 5 ફિલ્મો સાઇન કરતો હતો. સ્ક્રીપ્ટ વાંચવાની સ્પીડ પણ આ ઉત્સાહે ઘણી જ વધારી દીધી.’

સંજય ખાન અને ઝીનત અમાને છુપાઈને લગ્ન કરી લીધા હતા

કહેવામાં આવે છે કે સંજય ખાન અને ઝીનત અમાને છુપાઈને લગ્ન કરી લીધા હતા. બંને દરેક પાર્ટી-ઇવેન્ટમાં સાથે જોવા મળતા હતા. સંજય ખાન પહેલાથી જ પરિણીત હતા અને 3 બાળકોનાં પિતા હતા. ‘અબ્દુલ્લાહ’ ફિલ્મની શૂટિંગ બાદ ઝીનત અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગઈ. આ દરમિયાન સંજય ખાને તેમને ફોન કરીને એક ગીત શૂટ કરવા કહ્યું, પરંતુ ઝીનત ઘણી વ્યસ્ત હતી અને તેણે ડેટનાં ફાળવી શકવાને કારણે ના કહી દીધી. આથી સંજય ખાન ગુસ્સે થયા અને તેમણે ફોન પર જ ઝીનતને ખરી-ખોટી સંભળાવી. ઝીનત ગભરાઈ ગઈ અને શૂટ પૂર્ણ થયા બાદ સંજય ખાનનાં ઘરે પહોંચી, ત્યારે તેને ખબર પડી કે સંજય તાજ હોટલમાં પાર્ટી કરવા ગયા છે, ત્યારબાદ ઝીનત ત્યાં પહોંચી. આ ઘટનાં 3 નવેમ્બર 1979ની છે.

સંજય ખાનનો દીકરો જાયદ ખાન પણ શાહરૂખ ખાન સાથે ‘મૈ હૂં ના’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જો કે તે પિતાની જેમ સફળતા મેળવવામાં નિષ્ફળ રહ્યો. તેમની 3 દીકરીઓ પણ કોઇપણ ફિલ્મમાં કામ કર્યા વગર જાણીતી છે. ઋતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન સંજય ખાનની પુત્રી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.