જ્યારે ઈન્દ્રિય સુખ, શરીરસુખ તુચ્છ બની જાય! - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • જ્યારે ઈન્દ્રિય સુખ, શરીરસુખ તુચ્છ બની જાય!

જ્યારે ઈન્દ્રિય સુખ, શરીરસુખ તુચ્છ બની જાય!

 | 12:02 am IST

ગીતાસાર

યામિનાં પુષ્પિતાં વાચં પ્રવદન્સ્ય વિપશ્ચિતઃ।।  

 વેદવારતાઃ પાર્થ નાન્પદસ્તીતી વાદિનઃ ।।૨/૪૨।। “  

 “ કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મ ફ્લપ્રદામ ।।  

 ક્રિયાવિશેષ બહુલાં ભોગેશ્વર્યગતિં પ્રતિ ।।૨/૪૩।। “  

 “ ભોગેશ્વર્યપ્રસક્તાનાં તયાયહ્તચેતસામ  

 વ્યવસાયાત્મિકૈં બુદ્ધિઃ સમાધૌ ત વિધિયતે ।। ૨/૪૪।।”  

અર્થ : ‘હે પાર્થ ! અલ્પ જ્ઞાનવાળા જન વેદની ફૂલીફલી વાણીમાં ખૂબ આસક્ત હોય છે, કે જે સ્વર્ગ પ્રાપ્તિ, સારો પુનર્જન્મ અને શક્તિ વગેરે માટે અનેક પ્રકારની ફ્ળદર્શક કર્મકાંડીય ક્રિયાનું વર્ણન કરે છે. ભોગ અને ઐશ્વર્યયુક્ત જીવનની ઇચ્છાવાળા આ વેદવારતા લોકો કહે છે કે આથી ઉત્તમ બીજું કંઇ નથી અને આ વાણીથી લલચાઇને તેઓ ઇન્દ્રીય સુખ અને ભૌતિક સમૃદ્ધિ વિશે ખૂબ જ આસક્ત થાય છે અને તેમની બુદ્ધિ કટાઇ જાય છે તેથી તેમના મનમાં ભગવદ ભક્તિનો દૃઢ નિૃય થઇ શકતો નથી.’

જે લોકો અલ્પ જ્ઞાની અથવા તો અજ્ઞાની છે તેઓ આપણા વેદમાં સ્વર્ગ પ્રાપ્તિ કઈ રીતે થઇ શકે, નવો જન્મ કોઇ સારા કુટુંબમાં મેળવવો હોય તો શું કરવું જોઇએ અને વધારે શક્તિ કઇ રીતે મેળવી શકાય તેના માટેની ક્રિયાઓ-પૂજાઓ-કર્મકાંડો વગેરેમાં જ રચ્યાપચ્યા રહે છે. જે અજ્ઞાની કે અલ્પ મતિ છે તે સહજ રીતે ભોગી બની જતા હોય છે. પરમ જ્ઞાની ઋષિઓ પણ કામવાસનાને કારણે તપોભંગ થવાના કિસ્સા આપણે સાંભળ્યા છે. તો પછી મારા-તમારા જેવા સામાન્ય માનવીનું તો શું ગજુ ?

તેમ છતાં ભગવાન કહે છે કે વેદમાં દર્શાવેલી બાબતોને સામાન્ય માનવી સહજ અર્થમાં સ્વીકારી લઇ તે મુજબની ફ્ળપ્રાપ્તિ માટે લીન થઇ જાય છે તેને તેનાથી બીજું વધારે ઉત્તમ છે તેવું લાગતું જ નથી.

આમ થવાથી આ લોકો શરીરસુખ, ઇન્દ્રીય સુખ તરફ લલચાઇ જાય છે જે તેમની બુદ્ધિ અને રહ્યા-સહ્યા જ્ઞાનને પણ હરી લે છે. આ કારણે તેઓ ભગવદ ભક્તિમાં દૃઢ થઇ શકતા નથી. તેમનામાં કૃષ્ણમયતા આવે જ ક્યાંથી ? એટલે આ બધું સ્પષ્ટ કરીને ભગવાન આપણને તેનાથી દૂર રહેવા જણાવે છે. જે ગીતાનું જ્ઞાન ખરા અર્થમાં પકડે છે, જીવનપર્યંત ગ્રહણ કરે છે તેના માટે ઇન્દ્રીય સુખ કે શરીરસુખ તુચ્છ બની જાય છે. અસ્તુ.

  • અનંત પટેલ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન