when shah rukh khan had advised aamir khan to not work with kajol
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખ ખાને આમિરને ચોખ્ખું કહી દીધું હતું કે- તું કાજોલ સાથે કામ ન કરતો, કારણ કે એ છોકરી….

શાહરૂખ ખાને આમિરને ચોખ્ખું કહી દીધું હતું કે- તું કાજોલ સાથે કામ ન કરતો, કારણ કે એ છોકરી….

 | 3:22 pm IST

બોલિવૂડમાં શાહરૂખ ખાન અને કાજોલની જોડીની ચર્ચા સ્ક્રીન પર ખુબ થતી જોવા મળે છે. ફિલ્મમાં આ બન્ને સ્ટારની કેમેસ્ટ્રી ખુબ સારી રીતે લોકોને પસંદ આવે છે. બન્ને સાથે હોય એવી ઘણી ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. એક વખત શાહરૂખ ખાને ઈન્ટરવ્યૂમાં આમિર ખાનને કાજોલ સાથે કામ ન કરવાની સલાહ આપી હતી.

ફિલ્મ દિલવાલે દરમિયાન આપેલા ઈન્ટરવ્યૂમાં શાહરૂખ ખાને ખુલાસો કર્યો હતો કે, ફિલ્મ બાજીગરની શૂટિંગ દરમિયાન તે કાજોલને પસંદ નહોતો કરતો. શાહરૂખે કહ્યું કે, જ્યારે હું ફિલ્મ બાજીગરમાં કાજોલ સાથે કામ કરતો હતો ત્યારે આમિરે મને કાજોલ વિશે પૂછ્યું હતું કે, એની સાથે કામ કરવાની ઈચ્છા છે. ત્યારે મે આમિરને કહ્યું હતું કે કાજોલ ઠીક ઠીક છે, તેનું કામમાં ધ્યાન નથી. તું એની સાથે કામ નહીં કરી શકે.

જો કે કાજોલના ટેલેન્ટ વિશે ખબર પડ્યાં બાદ શાહરૂખે આમિરને કહેલી વાતો પર અફસોસ પણ કર્યો હતો. શાહરૂખ ખાને આગળ કહ્યું કે, મે ફરી આમિર ખાનને ફોન કર્યો અને મારી વાતનું ક્લેરિફીકેશન આપ્યું. મે આમિરને કહ્યું કે મને નહોતી ખબર કે કાજોલ સ્ક્રીન પર જાદુ કરી દે છે.

સૌથી મોટી વાત તો એ છે કે, શાહરૂખ ખાને કબૂલ્યુ કે તેની દીકરી સુહાના ખાનને એક્ટિંગ માટે કાજોલને ગુરુ માનની શીખવી જોઈએ. કાજોલ ઈમાનદાર અભિનેત્રી છે અને તેનામાં ઘણી સારી બાબતો છે. મારી દીકરી જો અભિનેત્રી બનવા માગે છે તો હું ઈચ્છા રાખીશ કે તે કાજોલમાંથી શીખે.

આ વીડિયો પણ જુઓ: સાબરકાંઠાના દેરાસરના ટ્રસ્ટીને ધમકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન