When Shikhar Dhawan Sits on Rishabh Pant, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • જ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું?

જ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું?

 | 12:46 pm IST

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ને શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. 23મી માર્ચથી IPL 2019ની શરૂઆત થશે. જેના માટે બધી ટીમો તૈયાર છે અને જબરદસ્ત નેટ પ્રેક્ટિસ કરી રહી છે. આ સીઝનની પહેલી મેચ એમ એસ ધોનીની કપ્તાની હેઠળની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) અને વિરાટ કોહલીની કપ્તાની વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) વચ્ચે થશે.

જોકે આ વખતે શિખર ધવન IPLમાં દિલ્હી કેપિટલ્સની ટીમ તરફથી રમશે. આ ટીમમાં તેની સાથે ઋષભ પંત પણ છે. જ્યારે હવે આ બન્ને ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બન્ને ખેલાડી મસ્તી કરતા નજરે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે વીડિયોમાં ડ્રેસિંગ રૂમમાં શિખર ધવન ઋષભ પંતની ઉપર બેસી જાય છે અને સ્વાહા-સ્વાહ બોલે છે. જ્યારે પંત મદદ માટે બૂમ પાડે છે. આ વીડિયો લોકો દ્વારા ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ઝડપી શેર પણ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન