when sushant was chandigarh riya spoke to mahesh bhatt for 92 minutes
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ વિશે સૌથી ખતરનાક ખુલાસો, સુશાંતની ગેરહાજરીમાં બન્ને…

રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ વિશે સૌથી ખતરનાક ખુલાસો, સુશાંતની ગેરહાજરીમાં બન્ને…

 | 3:50 pm IST

હવે સુશાંત કેસમાં CBI તપાસ કરી રહી છે. સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં ફરિયાદ કર્યા બાદ રોજ કંઈક નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસની તપાસ ઘણી વધારે ઝડપથી થઈ રહી છે. તેમજ ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી રહ્યા છે. હવે મહેશ ભટ્ટ અને રિયા વચ્ચેનો એક ખુલાસો સામે આવ્યો છે જે સાંભળીને ફેન્સ પણ ચોંકી ગયા છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂત તેની બહેનના ઘરે ચંદીગઢ ગયો હતો ત્યારે રિયાએ મહેશ ભટ્ટ સાથે 92 મિનિટ સુધી વાત કરી હતી.

કોલ ડિટેલ રેકોર્ડમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતની ગેરહાજરીમાં રિયા મહેશ ભટ્ટ સાથે વાતો કરતી હતી. બન્ને વચ્ચે 20થી 25 જાન્યુઆરીમાં ખુબ વાતો થઈ હતી. ખાસ વાત એ છે કે મહેશ ભટ્ટનું નિવેદન મુંબઈ પોલીસ પહેલાંથી જ રેકોર્ડ કરી ચૂકી છે. જો કોલ ડિટેલની વાતો સાચી છે તો મહેશ ભટ્ટે રિયાને સાત વખત કોલ કર્યો હતો. એક જ મહિનામાં રિયા અને મહેશ ભટ્ટ વચ્ચે 92 મિનિટ વાતો થઈ છે. ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટ સાથે રિયા ચક્રવર્તીએ એક વર્ષમાં ફોન પર 16 વાર વાતચીત કરી

હવે આ બધા ખુલાસા પછી નવા નવા સવાલો ઉદ્ભવી રહ્યા છે. એક તો રિયા મહેશ ભટ્ટની કોઈ ફિલ્મમાં કામ કરવાની હતી નહી. તો પછી બન્ને વચ્ચે આખરે આટલી લાંબી વાતો કેમ થઈ. આ કેસની તપાસ માટે પટના પોલીસ તેનું નિવેદન લેવાની હતી. પરંતુ એ પહેલાં જ વિનય તિવારીને મુંબઈ કોર્પોરેશને ક્વોરંટીન કરી નાંખ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આખરે રિયા સાથે કોણ મોટું માથુ મળીને આ બધા કારનામા કરી રહ્યું છે.

એ સિવાય રિયાની પુછપરછમાં જે માહિતી સામે આવી છે એની વાત કરીએ તો તેમાં બે ચાર્ટર્ડ એકાઉન્ટના નામે માર્ચમાં પુરા થતા નાણાંકીય વર્ષ દરમિયાન 2 કરોડ 65 લાખ ટ્રાન્સફર કર્યા છે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર સુશાંતે તેની મોટી બહેનના નામે સાડા ચાર કરોડની FD કરાવી હતી. જો કે રિયાને આ વાતની જાણ થતા તેણે તેના ભાઇ સાથે મળીને અઢી કરોડની રકમ ઉપાડી લીધી આથી FDમાં બે કરોડ જ રહ્યા હતા.

આ વીડિયો પણ જુઓ: નર્મદાની કેનાલોમાં ભ્રષ્ટચારના ગાબડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન