nita ambani spotted praying alot for Mumbai Indians wins ipl finale
  • Home
  • Featured
  • Photos: મેચ દરમિયાન ચિંતામાં નીતા અંબાણી, સતત પૂજાપાઠ-મંત્રજાપ કરતા દેખાયા

Photos: મેચ દરમિયાન ચિંતામાં નીતા અંબાણી, સતત પૂજાપાઠ-મંત્રજાપ કરતા દેખાયા

 | 11:06 am IST

હૈદરાબાદમાં યોજાયેલ IPLની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સને 1 રનથી હરાવી ધમાકેદાર જીત મેળવી છે. આ મેચ ખુબજ રોમાચંક રહ્યો હતો. રોહિત શર્માની કેપ્ટનીમાં તેની ટીમે ધુરંધરોને હચમચાવી દીધા હતા.મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત IPLની ટ્રોફી પર કબ્જો જમાવ્યો હતો. આ જીત મુંબઈ ઈન્ડિયન્સ માટે સરળ ન હતી. સ્ટેડિયમનો માહોલ તણાવથી ભરેલો હતો.

આ વાતનો અંદાજ મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીને જોઈને લગાવી શકાતો હતો. પવેલિયનમાં બેસેલ નીતા અંબાણીએ ચેન્નઈ સુપરકિંગ્સના દરેક શોટ પર પ્રાર્થના કરતા હતા. મેચમાં દરેક ટીમ એ મોડ પર હતી કે જ્યાં કોઈ પણ મેચ જીતી જાય તેવું લાગતુ હતુ. નીતા અંબાણીનો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની ટીમ માટે પ્રાર્થના કરી હતી. મંત્ર જાપ કર્યા હતા.

નીતા અંબાણીના માથા પર ચાંદલો દેખાતો હતો. નીતા સતત પૂજા પાઠ મંત્ર જાપ કરી રહ્યા હતા. હાથ જોડીને ભગવાન પાસે જીત માટે પ્રાર્થના કરી રહી હતી. સ્ટેડિયમમાં નીતા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ દેખાઈ રહ્યા હતા. ધોનીની ટીમના બેટ્સમેનોને મુંબઈ ઈન્ડિયન્સે ધમરોળ્યા હતા. જ્યારે મેચ જીતી ગયા ત્યારે નીતા અંબાણીના ચહેરા પર ખુશીઓ છલકાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન