When Umpire afraid from Chris Gayle batting and ask help to kohli
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિસ ગેલની બેટિંગ દરમિયાન એમ્પાયરે કોહલીને મેદાન પર કેમ કહ્યું કે- હું મરી જઈશ

ક્રિસ ગેલની બેટિંગ દરમિયાન એમ્પાયરે કોહલીને મેદાન પર કેમ કહ્યું કે- હું મરી જઈશ

 | 11:13 am IST

વેસ્ટઇન્ડીઝનો દિગ્ગજ ખેલાડી અને બેટ્સમેન ક્રિસ ગેલ તેની જડબાતોડ બેટિંગ માટે આખી દુનિયામાં જાણીતો છે. જ્યારે તે આક્રમક રીતે બેટિંગ કરે છે ત્યારે વિપક્ષી ટીમોના બોલરોના પરસેવો છૂટી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ક્રિસ ગેલની બેટિંગથી ભયભીત એક એમ્પાયરને તેનો જીવ ગુમાવવાનો ડર સતાવી રહ્યો હતો. ક્રિસ ગેલથી માત્ર વિપક્ષી ટીમના બોલર જ નહીં પણ મેદાન પર હાજર એમ્પાયર પણ ડરે છે. જી હાં, એવો જ એક કિસ્સો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શેર કર્યો હતો.

આપને જણાવી દઈએ કે એક ચેટ શો દરમિયાન વિરાટ કહોલીએ ‘યુનિવર્સ બોસ’ તરીકે ઓળખાતા ક્રિસ ગેલ સંબંધી એક ઘટનાને શેર કરી હતી. જેને સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. વિરાટ કોહલીએ શો દરમિયાન કહ્યું કે એક વખત IPL દરમિયાન તે અને ક્રિેસ ગેલ બેંગલુરુમાં બેટિંગ કરી રહ્યા હતા અને એ જ મેચમાં એમ્પાયર કુમાર ધર્મસેના હતા. કોહલીએ કહ્યું કે એ મેચમાં ગેલ આક્રમક બેટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એક બોલ તેને સીધે બોલર તરફ રમી તો કોહલી જોડે માત્ર એટલો જ સમય હતો કે તે મોઢું હલાવી શકે.

આ જોઈને એમ્પાયરે કોહલીને કહ્યું કે આ તમે શું કરી રહ્યા છો? તો કોહલીએ પૂછ્યું કે શું થયું? ત્યારે એમ્પાયરે કહ્યું કે જ્યારે ગેલ શોટ રમે ત્યારે ડાબે-જમણે નહીં પણ નીચે બેસવાની કોશિશ કરો. નહીં તો બોલ તમારી હેલમેટથી ટકરાઈને મને વાગશે અને હું મરી જઈશ. કોહલીએ રમુજી અંદાજમાં કહ્યું કે મેદાન પર ગેલની ધાક છે. તેનાથી એમ્પાયર પણ ડરે છે.

આ વીડિયો પણ જુઓ: કેન્દ્ર સરકારે ટાફ્રિક નિયમો ખુબ કડક બનાવતાં દેશભરમાં મિશ્ર માહોલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન