when vicky kaushal staring at katrina kaif during a Bollywood party
  • Home
  • Featured
  • Photos: પાર્ટીમાં એકીટશે કેટરીના કૈફને ઘુરતો દેખાયો વિકી કૌશલ, શરમથી થયો લાલમ લાલ

Photos: પાર્ટીમાં એકીટશે કેટરીના કૈફને ઘુરતો દેખાયો વિકી કૌશલ, શરમથી થયો લાલમ લાલ

 | 10:46 am IST

વિકી કૌશલ અને કેટરીના કૈફ છેલ્લા કેટલાક સમયથી ડેટિંગ કરી રહ્યા છે જે ચર્ચાએ જોર પકડ્યુ છે જોકે આ સંબંધો અંગે બંનેએ મૌન ધારણ કર્યું હતું, પરંતુ હવે જે તસવીર બહાર આવી છે તે ઘણું બધુ જણાવી રહી છે.

જો કે કેટરિના અને વિકી કૌશલની ડેટિંગના સમાચારોની શરૂઆત ત્યારે થઈ જ્યારે કરણ જોહરના ચેટ શોમાં વિકી કૌશલે કબૂલ્યુ કે તે કેટરીનાને પસંદ કરે છે. ત્યાર પછી, બંને ઘણી વાર એક સાથે જોવા મળ્યા. ત્યારબાદ તેમના રોમાંસની ચર્ચા શરૂ થઈ.

જો કે, બંનેમાંથી કોઈએ પણ આ સંબંધને ખુલ્લેઆમ સ્વીકાર્યો નથી. પરંતુ હવે જે તસવીર આગળ છે તે જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે બંને વચ્ચે ખાસ બોન્ડિંગ છે.

હાલ ચર્ચામાં બોલીવૂડની એક પાર્ટીની આ તસવીર છે, જેમાં કેટરિના કૈફ સોફા પર બેઠેલી જોવા મળી રહી છે અને વિકીની નજર કેટથી દૂર જવાનું નામ નથી લઈ રહી.

બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે, દિવાળીની પાર્ટી હોય કે મિત્રની બર્થડે પાર્ટી, દરેક વખતે બંનેએ એકબીજા સાથે સમય પસાર કરવાની તક ઝડપી લીધી છે.

કેટરીનાએ રણબીર કપૂર સાથે બ્રેકઅપ કર્યું હતું, જ્યારે વિકી કૌશલ 2019ની શરૂઆતમાં તેની ગર્લફ્રેન્ડ હરલીન સેઠીથી અલગ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન