આ તારીખથી કોરોનાથી મળશે રાહત, મેષ રાશિમાં ઉચ્ચનો સૂર્ય કરાવશે ફાયદો - Sandesh
  • Home
  • Astrology
  • આ તારીખથી કોરોનાથી મળશે રાહત, મેષ રાશિમાં ઉચ્ચનો સૂર્ય કરાવશે ફાયદો

આ તારીખથી કોરોનાથી મળશે રાહત, મેષ રાશિમાં ઉચ્ચનો સૂર્ય કરાવશે ફાયદો

 | 8:42 am IST

કોરોનાના વિકરાળ સ્વરૂપને જોતા જેને પણ જુઓ બસ એક જ વાત કરી રહ્યું છે કે કોરોનાથી મુક્તિ ક્યારે મળશે? હાલ સમગ્ર વિશ્વમાં આ મહામારી ફેલાઇ ચુકી છે. આ પૃથ્વી પર કોઈ પણ વસ્તુઓ ગ્રહોના યોગ વગર શક્ય નથી. ક્યાંક ને ક્યાંક ગ્રહોની અસર જોવા મળે છે.

ગ્રહોની ચાલને સમજીએ તો 22 માર્ચ 2020માં મંગળ તેની ઉચ્ચ રાશિ મકરમાં પ્રવેશ કરશે અને રાશિ સ્વામી શનિ સાથે યોગ બનાવી રહ્યો છે. આ યોગના કારણે ભયનું વાતાવરણ રહેશે, પ્રશાસનના લોકોમાં તણાવ જોવા મળશે 30 માર્ચે બૃહસ્પતિ ખુદ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સિવાય આ ભય ઓછો થશે અને મહામારી પર નિયંત્રણ આવશે.

ગોચરમાં સૂર્ય જ્યારે 13 એપ્રીલ 2020ના રાત્રીના 8.23 મીનિટ પર મીન રાશિથી મેષ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે પૂર્ણત: મહામારી સ્થિતિ પર કાબૂ મેળવી શકાશે. આપણા વેદ પુરાણોમાં કોઈ પણ સ્થિતિથી મુક્તિ મેળવવા માટે મંત્ર ચિકિત્સાને સર્વોપરી ગણાવ્યું છે.

ધર્મ અને વેદો અનુસાર કોઈ પણ મહામારીથી મુક્તિ મેળવવા માટે કેટલીક યુક્તિઓ બતાવી છે. જેમકે તમારા ઘરમાં સવાર અને સંધ્યા સમયે લીંમડાનો ધૂપ કરો, ઘરનું વાતાવરણ સાફ અને પવિત્ર રાખો, કપૂરને ખુલી કટોરીમાં રાખો. સાથે સાથે વસ્ત્ર, સ્નાન જેવા નિયમોનું પાલન કરો. શ્રી માર્કેન્ડેય પુરાણમાં શ્રી દુર્ગાસપ્તશતીમાં કોઈ પણ બિમારી કે મહામારીનો ઉપાય દેવી સ્તુતિ તથા મંત્ર દ્વારા દર્શાવાયું છે.

રોગ નાશ માટે
રોગમશેષાનપહંસિ તુષ્ટા રૂષ્ટા તુ કામાન્ સફલાનભીષ્ટાન્|
ત્વામાશ્રિતાનાં ન વિપન્નરાણાં ત્વામાશ્રિતા હયાશ્રયતાં પ્રયાન્તિ||

મહામારીના નાશ માટે
ૐ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની|
દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે||

આ બે મંત્ર ખુબજ લાભકારી છે. આ મંત્રનો માનસિક જાપ કરતા રહો. ભગવતી સૌનું કલ્યાણ કરશે. તમે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરો.

આ વીડિયો જુઓ: ભજન રૂપી આરાધના થકી દિવસને બનાવીએ ભક્તિમય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન